૩૦ ટકા પૂર્ણ થયું ત્યારે ઓવરબ્રીજની માંગથી આશ્ચર્ય

ગોંડલમાં આશાપુરા અંડરબ્રિજ ની બદલે ઓવરબ્રિજ બને તેવી માંગણી સાથે ગોંડલ આમ આદમી પાર્ટી દ્રારા ગોંડલ પ્રાંત અધિકારી  ને આવેદન આપવામા આવ્યુ છે.તેમાં ગુજરાત આમઆદમી પાર્ટી નાં કોર કમિટી નાં સભ્ય નીમિશાબેન ખુટ, ગોંડલ વિધાનસભા અધ્યક્ષ કેયૂરભાઇ શેખડા,ગોંડલ વિધાનસભા સેક્રેટરી પંકજભાઈ ડોબરીયા તથા આમ આદમી પાર્ટી નાં સભ્યો હાજર રહ્યાં હતાં.જેમાં આશાપુરા ફાટક પર ઓવરબ્રીજ બનાવવાં માંગ કરી છે.

આમ આદમી પાર્ટી ની ઓવરબ્રીજ ની રજુઆત ને લઇને આશ્વર્ય સર્જાયું છે.કારણકે હાલ અંડરબ્રીજ નું કામ પુરજોશમાં ચાલી રહયું છે.નગરપાલિકા સુત્રો અનુસાર ત્રીસ થી પાંત્રીસ ટકા કામગીરી પુરી થઈ ચુકી છે.આવાં સંજોગો માં આમ આદમી પાર્ટી એ આશાપુરા ફાટક પર ઓવરબ્રીજ બનાવવાં કઇ રીતે માંગ કરી!!

અંડરબ્રીજ અંગે ટેન્ડર સહીત ની પ્રક્રીયા બાદ કોન્ટ્રાકટરો દ્વારા કામ પણ શરું કરાયું છે. આ વાત આમ આદમી પાર્ટી ને ધ્યાને નહીં આવી હોય તેવાં સવાલો શહેરીજનો માં ચર્ચાઇ રહયાં છે.જો આમ આદમી પાર્ટી ને લોકો ની સેવાં જ કરવી હોય તો જેતપુર રોડ નાં સાંઢીયાપુલ નું કામ છેલ્લા ત્રણ ચાર વષઁ થી ચાલે છે.કયારે પુણઁ થશે એ કહેવું મુશ્કેલ છે ત્યારે રજુઆત આ પુલ માટે જરૂરી છે પણ આમ આદમી પાર્ટી એ કાચું કાપ્યું હોય તેમ અંડરબ્રીજ ઉપર ઓવરબ્રીજ ની માંગ કરતાં આશ્ર્ચર્ય સર્જાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.