ભૂમાફિયા જયેશ પટેલની ગેંગ સામે નોંધાયેલા ગુજશીટોકના ગુંનામાં ચાર્જશીટ અદાલતમાં રજુ
વેપારી, વકિલ, બિલ્ડર, પૂર્વ પોલીસકર્મી અને રાજકીય સહિત 14 સામે ગુનો
નોંધાયો’તો: 60 હજાર પાનાનું ચાર્જશીટ બે ગાડીમાં ભરી કોર્ટમાં લઇ જવાયુ
જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સહિત તેની ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુના બાદ જામનગર પોલીસે તરફથી કોર્ટમાં 60 હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કરવામા આવી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલ ઝડપાયો છતાં ઓફિશીયલી ફરાર છે તેમજ વિજય માલ્યા અને નિરવ મોદી જેવા બેંક ફ્રોડના ગુનામાં ઝડપાયા છતાં ભારત પ્રત્યાર્પણના મુદ્દે ચાલી રહેલી અદાલતમાં સુનાવણીની જેમ જ જયેશ પટેલ ભારત કયારે આવશે ? તે કાનુની મુદ્દા ઉપર સુનાવણી ચાલી રહી છે. પોલીસે જયેશ પટેલ અને તેની ગેંગના 12 સભ્યો સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બદલ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો.આ ગેંગ દ્વારા શહેરના માલતુજારોને ફસાવી ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. આ ગેંગ દ્વારા શહેરના અનેક વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવી લીધી હતી.
આ પ્રકરણમાં જયેશ પટેલ અને તેના બે સાગરીતો રમેશ અભંગી અને સુનિલ ચંગેલા હજુ ફરાર છે. જ્યારે આ જ પ્રકરણમાં ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, બિલ્ડર નિલેશ ટોલિયા, વકીલ વી એલ માનસતા, પ્રફુલ પોપટ અને યશપાલ-જસપાલ જાડેજા બંધુ સહિતના 14 શખ્સોને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.જયેશ પટેલની ગેંગ સામે 6 મહિના પહેલા ગુજસીટોકનો ગુનો નોંધાયો હતોજયેશ પટેલ ગેંગના વેપારીઓ, રાજકારણીઓ, પૂર્વ પોલીસકર્મી, બિલ્ડર સહિતના 14 શખ્સો સામે 6 મહિના પહેલા ગુજસીટોક હેઠલ ગુનો નોંધવામા આવ્યો હતો. જામનગરમાં જયેશ પટેલ આણિ મંડળી દ્વારા કિંમતી જમીન પચાવી પાડવાના કારસ્તાનોમાં ગેંગના સભ્યોમાં પણ વિવિધ કામગીરી વહેંચાયેલી રહેતી હોવાનો ખુલાસો થયો હતો. કિંમતી જમીન અંગે માહિતી મેળવીને એક-બીજાને પહોંચાડવી, એકમેકને આશ્રય આપવો અને વિવાદિત જમીનની સાચવણી કરવા સહિતના કામનો સમાવેશ થાય છે. જયેશ પટેલના ગેંગના મેમ્બરો જેની પોલીસે ધરપકડ કરી હતી તેઓ વ્યવસ્થિત રીતે કામ કરતા હતા. તેઓ મોકાની જમીનોના માલિકોની માહિતી ભેગી કરતા હતા તેમજ એક-બીજાને આશ્રય પણ આપતા હતા. વિવાદવાળી જગ્યાઓ બનાવીને તેને સાચવીને મદદગારી કરતા હતા જે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.