અબતક-ભાવેશ ઉપાધ્યાય,સુરત
કોરોનાને મહાત કરવા માટે અમોધ શસ્ત્ર એકમાત્ર વેક્સિન જ છે. રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. લોકો રસી લેવા માટે પ્રેરાય તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કેટલાંક આકર્ષક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. સુરત મહાપાલિકા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં વેક્સિનના બન્ને ડોઝ લેનાર વ્યક્તિને 1 લીટર તેલ મફતમાં આપવામાં આવી રહ્યું છે. આજે સવારથી વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે તમામ આરોગ્ય કેન્દ્રો પર લોકોની લાંબી-લાંબી કતારો લાગી હતી.
વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે આરોગ્ય કેન્દ્રો પર લાગી લોકોની કતારો
તમામ લોકો કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઈ સુરક્ષીત બને તે માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાની દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનારને 1 લીટર તેલ ભેટમાં આપવામાં આવી રહ્યું છે.
વહેલા તે પહેલાના ધોરણે આ યોજના શરૂ કરવામાં આવી હોય આજે સવારથી મહાપાલિકાના તમામ 78 આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનનો બીજો ડોઝ લેવા લોકોની લાંબી-લાંબી કતારો લાગી હતી. બંન્ને ડોઝ લઈ કોરોનાથી સુરક્ષીત બનનાર લોકોને આરોગ્ય કેન્દ્ર પરથી જ 1 લીટર તેલ આપવામાં આવી ર્હયું છે. આ યોજનાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.