કૃષિ-મંત્રાલયના ગ્રામીણ નાણાંકીય સંસ્થાઓને ૧લી એપ્રિલથી આધાર સાથેના નવા નિયમોનું પાલન કરવાનાં નિર્દેશો
કેન્દ્ર સરકારે આગામી ખરીફ વાવણી સત્રથી પાક વીમા યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને ફરજીયાત કર્યું છે. કૃષિ મંત્રાલયે ગ્રામીણ નાણાંકીય સંસ્થાઓને ખરીફ સત્ર એટલે કે ૧લી એપ્રીલથી આ નિયમોનું પાલન કરવાનાં નિર્દેશો આપ્યા છે.
કૃષિ મંત્રાલયે જાહેર કરેલા નિર્દેશોમાં સ્પષ્ટ પણે કહ્યું છે કે, ભારત સરકારે એ નિશ્ર્ચિત કર્યું છે કે ખરીફ સત્ર ૨૦૧૭થી કૃષિ વિભાગની પ્રશાસન વાળી પાક વીમા યોજનાઓનો લાભ લેવા માટે ખેડુતો પાસે આધાર હોવું ફરજીયાત ગણાશે સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના (પીએમએફબીવાય) અને રિસ્ટ્રકટેડ વેધર બેસહ ક્રોપ ઈન્સ્યોરન્સ (આર ડબલ્યુ બીસીઆઈ) જેવી યોજનાના લાભાર્થી બનવા માટે ખેડુતોએ બેંક પાસ બુક, આધાર એન્રીલમેન્ટ આઈડી સ્લીપ, ચૂંટણી કાર્ડ, અને મહાત્માગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ (મનરેગા) હેઠળ મળેલ જોબકાર્ડ જેવા પ્રુફ આપવા અનિવાર્ય કર્યા છે. આ માટે બેંકોને પણ જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે.
બેંકોને જણાવવામા આવ્યું છે કે લોન આપતી વખતે ખેડુતો પાસે આધારકાર્ડની તપાસણી અનિવાર્ય પણે કરવી જોઈએ જે ખેડુતો પાસે હજુ સુધી આધારકાર્ડ નથી તેઓએ જલ્દીથી આધારકાર્ડ માટે અપ્લાય કરી આધારકાર્ડ બનાવી લેવું જોઈએ રાજય સરકારે લાભાર્થીઓ માટે નોંધણીની વ્યવસ્થા કરવી પડશે.
જે વ્યકિતઓ પાસે આધારકાર્ડ નથી તેવા લોકો આધારકાર્ડ ન આવે ત્યાં સુધી પાક વિમ યોજનાઓનો લાભ (પ્રધાનમંત્રી પાક વીમ યોજના, પુનગર્ઠિત મોસમ આધાર પાક વીમા યોજના) બેંકની પાસબુક, આધાર માટે નોંધણીની સ્લીપ, મતદાન પત્ર, અને મનરેગા રોજગાર કાર્ડ દ્વારા મેળવી શકશે. ખેડુતો આધાર માટે આસહની સ્લીપ સાથે ડ્રાઈવીંગ લાયસન્સ પણ દેખાડી શકશે.
આધારકાર્ડ અત્યાર સુધી માત્ર પ્રધાનમંત્રી પાક વિમા યોજના અને મોસમ આધારીત પાક વિમા માટે અનિવાર્ય કરવામા આવ્યું હતુ પરંતુ હવે ખેડુતોએ પાક વિમા યોજનાનો લાભ લેવા માટે ફરજીયાત પણે આધાર નંબર આપવો પડશે આ નવા નિયમો ૧લી એપ્રીલથી લાગુ થશે.