કોરોનાગ્રસ્તોએ ટીબીને વકરાવ્યો હોવાની સનસનીખેજ માહિતી: આરોગ્ય ખાતાના બોજમાં સારી પેઠે વધારાથી નવી હૈયાપીટ: ગરીબોની હાલત વધુ કફોડી: કોરોનાથી ટીબીએ વધુ માણસોને મોતનાં મોંમાં ધકેલ્યાનાં આંકડાથી ખળભળાટ !

સત્તાધીશોનાં આરોગ્યલક્ષી ખર્ચમાં કોરોના અને ટીબીને કારણે અનેક ગણો વધારો થવાનાં મંડાતા ગણિત: અસ્વચ્છતા, અધાર્મિકતા અને મતિભ્રષ્ટતામાં જેટલો વધારો થશે એટલી વધુ હાનિ પહોંચવાનો અભ્યાસીઓનો મત !

આપણા દેશની કમનશીબીમાં હમણા હમણા ઘટાડો થવાને બદલે વધારો થતો રહ્યો હોવાનું ચિત્ર ઉપસે છે. કોરોના અને અન્ય કુદરતી કોપને કારણે દેશની અને આમઆદમીની હાલત સતત બગડતી રહી છે, અને દેશની અંદર બહારની ઘટનાઓ કસોટીરૂપ બનતી રહી છે.

પેટ્રોલ-ડિઝલ સહિત પેટ્રોચીજોના ભાવ અનહદ વધી રહ્યા છે. પેટ્રોલ કરતા ડિઝલની કિમંત વધીને આસમાને પહોચી છે. હજુ એ બંને મોંઘા દાટ બનવાની જ ધારણા છે.

એક બાજુ કોરોનાલક્ષી પ્રબંધો પ્રજને ત્રાહિમામ પોકારાવી રહ્યા છે. એવી ટકોર થઈ રહી છે કે, અત્યારે આ દેશમાં કોઈ પણ જીવનજરૂરી ચીજો મોંઘી બન્યા કરે છે. એક માત્ર માણસ જ સસ્તો બન્યો છે. અને ગરીબ પ્રજા તો હડહડ થઈ રહી છે. એમની આબરૂ સુધ્ધ ધૂળધાણી થઈ રહી છે !….

રાજકારણીઓ સિવાય, રાજપુરૂષો સિવાય, નેતાઓ સિવાય, પ્રધાનો તથા તેમના મળતિયાઓ સવાય, રાજકર્તાઓ સિવાય અહી ભાગ્યે જ અન્ય કોઈ જલ્સા કરે છે અને સુખ-સુવિધા માણે છે.

લોકડાઉનને ગમે તે રીતે ઉપયોગી અને અનિવાર્ય ગણાવાયો પણ એણે નાના મોટા, ભણતા ગણતા, ધંધા રોજગાર સાથે સંકળાયેલા તેમજ મંદિર સંસ્કૃતિના અંગસમા લગભગ તમામ લોકોને ધોળે દિવસે તારા દેખવાની અતિ વિકટ હાલતમાં જ મૂકાવાનો હીન અનુભવ કરાવ્યો છે. ઉગતી પેઢીનાં ભવિષ્યને તેમણે ધૂળધાણી કરી મૂકયા છે.

હમણા સુધી આપણા લોકોને થતી માંદગી અને તેની સારવાર આજની જેમ રાતા પાણીએ રોવરાવે તેવી ક્રૂરતાભીની નહોતી હવે દવ અને ડોકટર લગીરે પરવડે તેવા રહ્યા નથી.

સંપૂર્ણ માનવ સેવાને વરેલી સંસ્થાઓ નેત્રયજ્ઞો, રાહતયજ્ઞો દ્વારા જ સેવાઓ આપે છે તેજ તબીબી સેવાઓને શોભાવે તેવી બની શકી છે. ઓછામાં પૂરૂ એક એવો સનસનીખેજ અહેવાલ પ્રકાશમાં આવ્યો છે કે, કોરોનાથી નહિ એના કરતા વધારે ‘ટીબી’ની બિમારીથી ડરવા જેવું છે.

આપણે ત્યાં મેલેરિયા, ટાઈફોઈડ અને ટીબી (ટયુબર કલોસીસ)ની બિમારીએ એકંદર પ્રચલિત છે.

એને લગતી અલગ અલગ પ્રકારની દવાઓ સારવાર છે. એક તબકકે ટીબી વધુ ઘાતક ગણાતો હતો. હાલના કેન્સરની જેમ એ કાતીલ ગણાતો હતો અને લાંબા વખત સુધી ચાલતી અને વધુ ખર્ચાળ સારવાર હોવાથી એ રાજરોગ તરીકે પણ ઓળખાતો હતો. ટીબી હાડકાના થતો હતો અને આંતરડાનો લીવરનો પણ થતો હતો. ટીબીના જમ્સ (જંતુઓ) એને માટે કારણભૂત બનતા હતા. એને મારવાની દવાની શોધ થઈ હતી અને સાત્વિક્ખોરાક એ દવાની સાથે અનિવાર્ય બનતો હતો. ‘સેકસ’ એમાં સારી પેઠે બાધક બનતો હતો. ટીબી ચેપી રોગ હોવાનું પ્રસ્થાપિત થયું હતુ. એને કારણે ‘એન્ટીટીબી કલીનિક’ જેવી અલગ અને ચેપ ન લાગે એ પ્રકારની એકાંતમાં હોય એવી ખાસ હોસ્પિટલો એને માટે હતી…. એ કોરોનાની યાદ આપે છે.

આ બધું એમ માનવા પ્રેરે છે કે, કોરોના અંગે જેમ અત્યંત સાવધ રહેવું ઘટે છે, એજ રીતે ટીબીની બિમારીથી કદાચ એના કરતાંય વધારે સાવધ રહેવું પડે તેમ છે.

ટીબીનો ભરડો પણ બેશક કાળમુખો છે, અને તે ‘કોરોના’ની સંગતમાં વકરાવવાની સંભાવના ધરાવે છે.

દેશના આરોગ્ય ખાતાના બોજમાં અને સર્વાંગી ખર્ચમાં સારી પેઠે વધારાની હૈયાપીટ ધરાવે છે. એનાથી કરોડો ગરીબો આમ આદમીઓની હાલત વધુ કફોડી થાય તેમ છે.

અસ્વચ્છતા, અધાર્મિકતા અને મતિભ્રષ્ટતામાં જેટલો વધારો થશે એટલી વધુ હાનિ દેશનો અને માનવજાતને થશે અમે અભ્યાસીઓનો મત છે. એનાથીયે વધુ ભયાનકતા આપણા દેશ અને માનવજાત સામે ડોળા ફાડીને ખડી છે એતો જુદુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.