- ટીપી ફાઈનલ થઈ ગઈ હોય તેવા કિસ્સામાં ટીપીના પ્લોટના વેચાણ માટે હવે સરકારની મંજુરી નહિ લેવી પડે: નવી અપસેટ પ્રાઈઝ નક્કી કર્યા બાદ પ્લોટની હરાજીની તારીખ કરાશે જાહેર`
કોર્પોરશનની પોતીકી આવક ટેકસની આવક સિવાય બીજી કોઈ નથી.વિકાસ કામો માટે ટીપીના. અનામત પ્લોતનું વેચાણ કરવામાં આવે છે.કોરોના કાળ બાદ રાજ્ય સરકાર દ્વારા જમીન વેચાણની છૂટ આપવામાં આવતી ન હોવાના કારણે કોર્પોરેશને કાયમી નાણાભીડ ભોગવવી પડે છે.ટીપી ફાઈનલ થઈ ગઈ હોય તેવા કિસ્સામાં જમીન વેચાણ માટે મંજૂરી લેવાની જરૂરિયાત ન હોય રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં સોનાની લગડી જેવા 9 પ્લોટનું વેચાણ કરી રૂ.416 કરોડ ઊભા કરવામાં આવશે.
મિલ્કતવેરો અને એફએસઆઈની આવકમાંથી કોર્પોરેશનના પગાર સહિતના ખર્ચા માંડ માંડ નીકળે છે. મોટા પ્રોજેક્ટો કે વિકાસ કામો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ પર નિર્ભર રહેવું પડે છે.ટીપી સ્કીમ દરમિયાન કોર્પોરેશનને મળેલા અલગ અલગ હેતુના પ્લોટની જાહેર હરાજી કરી આવક ઉભી કરવામાં આવે છે. કોરોના કાલ બાદ છેલ્લા ચાર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા જમીન વેચાણની મંજુરી આપવામાં આવતી નથી.બે વર્ષ પૂર્વે અલગ અલગ સ્થળે ટીપીના નવ અનામત પ્લોટનું વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેના થકી રૂ.416 કરોડની આવક થવાનો અંદાજ હતો.રાજ્ય સરકાર પાસે મંજુરી પણ માંગવામાં આવી હતી.જો કે સરકારે મંજૂરી ન આપતા જમીન વેચી શકાય ન હતી.
ટીપી શાખાંના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જે ટીપી સ્કીમ ફાઈનલ થઈ ગઈ હોય અને તેમાં અલગ અલગ હેતું માટે અનામત રાખવામાં આવેલા વેચાણના હેતુના પ્લોટની હરાજી માટે રાજ્ય સરકાર પાસે કોઈ મંજુરી લેવાની રહેશે નહિ તેવો નિર્ણય તાજેતરમાં સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યો છે.આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા ટીપીના 9 અનામત પ્લોટની જાહેર હરાજી કરવામાં આવશે. મનપા દ્વારા કરવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા અમિન માર્ગ પર, પાઠક સ્કૂલ પાસે, નાના મવા રોડ પર, ધોળકિયા સ્કૂલ પાસે, ગંગોત્રી પાર્ક રોડ પર, શિલ્પન ઑનિસ્ક પાસે અને કિડની હોસ્પિટલ પાસે ગંગોત્રી પાર્ક મેઈન રોડ ઉપરાંત રૈયા રોડ પર, સાવન સરફેશ પાસે અને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના પ્લોટની વેચાણ કરવામાં આવશે.
ટીપીના 9 પ્લોટનું ક્ષેત્રફળ 48821 ચો.મી. જેવું થાય છે.જેની બજર કિંમત બે વર્ષના અંદાજ મુજબ રૂ.416 કરોડ જેવી થવા પામે છે.
કોર્પોરેશનની તિજોરી હંમેશા ખાલી રહે છે.જેના કારણે જમીન વેચવી પડે છે.પ્રાઈમ લોકેશનમાં આવેલા ટીપીના અનામત પ્લોટ ઉપર દબાણો થઈ ગયા છે.જેનું ડીમોલેશન કરવામાં આવ્યું નથી. જ્યારે ખુલા પ્લોટ ઉપર દબાણો થાય તે પહેલા તેનું વેચાણ કરી આવક ઉભી કરવામાં આવે તેવો પ્રયાસ ફરી વખત શરૂ કરવામાં આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા નાના મવા ચોકમાં ખાતે 118 કરોડના પ્લોટની હરાજી કરવામાં આવી હતી.જો કે ખરીદનારે સમયસર પેમેન્ટ ન કરતા અંતે આ પ્લોટનો સોદો રદ કરવામાં આવ્યો છે. મનપાને પ્રાઈમ લોકેશન ઉપર મળેલા અનેક પ્લોટ આજે વાર-તહેવારો દરમિયાન ભાડેથી આપી ભાડુ વસુલવામાં આવી રહ્યું છે. પરંતુ આ પ્લોટના વેચાણ થકી બજારભાવ મુજબ કિંમત લીધા બાદ આ પ્લોટ ઉપર કોમર્શીયલ અથવા રહેણાકના એકમો તૈયાર થાય ત્યારે ફરી વખત કોર્પોરેશનને તેમાંથી મિલ્કતવેરો પ્રોફેશનલ ટેક્સ તેમજ અન્ય પ્રકારના વેરા થકી મોટી આવક ઉભી થઈ શકે છે અને આ આવક કાયમીપણે ચાલુ રહેતી હોય મનપા શહેરની વચ્ચોવચ આવેલા અને ઉંચી કિંમત મળે તેવા પ્લોટના વેચાણ તરફ પ્રેરાયું છે. જેના લીધે બે વર્ષ પહેલા નવ પ્લોટ વેચવાનો નિર્ણય લેવામાં આવેલ તેમાં હવે આગળ વધી હરાજી સહિતની કાર્યાહી કરશે. તેમ જાણવા મળેલ છે.