વિજ્ઞાનએ પણ એ વાત સ્વિકારી છે કે દવાની સાથે પ્રાર્થનાની પણ સકારાત્મક અસર દર્દી પર પડે છે. ત્યારે આ વાતને સાકાર કરતા એક ડોક્ટર અત્યારે ચર્ચામાં છે. જે દવાની સાથે-સાથે દુઆમાં પણ વિશ્ર્વાસ રાખે છે હાલ આ ડોક્ટરનું પ્રીસ્કીપશન માત્ર દવાની જાણકારી માટે જ નહિં પરંતુ તેમાં દર્દીને હનુમાન ચાલીસાના પાઠ કરવાનું પણ સૂચવે છે.
રાજસ્થાનનાં ભરતપુરના આ ડોક્ટર છે. ૬૯ વર્ષીય ડો. દિનેશ શર્મા મેડિસિનમાં એમ ડી છે અને હદ્ય રોગ પર શોધ પણ કરી ચુક્યા છે જ્યારે કોઇ દર્દી ઇલાજ માટે ડો.શર્મા પાસે આવે છે તો તે દર્દીને દવા લેવાની સાથે-સાથે મંદિર જવાનું અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની સલાહ પણ આપે છે. તેના પ્રીસ્ક્રીપ્શનમાં સુચવ્યા પ્રમાણે ‘હનુમાન ચાલીસાના પાઠ કરો તેમજ રોજ મંદિરમાં આરતીનાં સમયે જાપ’ તેવું લખે છે. ૧૯૯૮માં રીટાયર્ડ થયેલા તેમજ એક સમર્થ ભરતપુર જીલ્લા હોસ્પિટલના સિનિયર ફિઝીશિયન રહી ચુક્યા છે.
આ ડો.દિનેશ શર્મા આ બાબતે ડોક્ટરનું માનવું છે કે દર્દીઓનાં મનની પુષ્ટી માટે તે હનુમાન ચાલીસાના પાઠ કરવાની સલાહ આપે છે. વિશેષમાં જાણીએ તો એ પણ માને છે કે કેટલાંક દર્દીએ તો માત્ર તણાવનાં કારણે બીમાર થઇ જાય છે. એટલાં માટે તેને મંદિર જાવાનું અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની સલાહ આપું છુ. જેનાથી તેનો તણાવ ઓછો થાય અને મનની શાંતિ મળે. આ ખરેખર ડો.દિનેશ શર્માએ એ કહેવતને સાચી કરાવી છે. કે ડોક્ટર એ ભગવાનનું સ્વરુપ છે.