વિધાનસભા ચૂંટણીમાં ૮૦ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખે તેવી શકયતા
ઓબીસી, એસ.ટી. અને એસ.ટી. એકતા મંચ તથા ક્ષત્રીય ઠાકોર સેનાના ક્ધવીનર અલ્પેશ ઠાકોર આગામી તા.૯ના રોજ પોતાના નવા પક્ષની જાહેરાત કરે તેવી શકયતા છે.વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે અલ્પેશ ઠાકોર ૮૦ બેઠકો પર પોતાના નવા પક્ષના ઉમેદવારો ઉભા રાખે તેવી સંભાવના છે.તા.૯ના રોજ મળનારી ક્ષત્રીય ઠાકોર સેનાની બેઠકમાં અલ્પેશ ઠાકોર તથા પક્ષની જાહેરાત કરી શકે છે.અગાઉ કોંંગ્રેસ અને ભાજપ સહીતના પક્ષો અલ્પેશને ઉંચા હોદાની ઓફર કરી ચૂકયા છે.
પરંતુ અલ્પેશ ઠાકોર પોતાનો નવો પક્ષ રચવાની તૈયારીમાં છે તા.૯મીએ અલ્પેશ ૯ મુદ્દાનો ચુંટણી અભિયાન પ્લાન જાહેર કરશે તેવું માનવામાં આવે છે. નવ પક્ષની રચના બાદ અલ્પેશ ઠાકોર ભાજપ કે કોંગે્રસને ટેકો આપશે કે કેમ? તે અંગે હજુ રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. ભાજપ સામે ક્ષત્રીય ઠાકોર સેના કાર સેવા અભિયાન શરુ કરશે આ અભિયાન અયોઘ્યા મંદીર અને ગૌ રક્ષાને ઘ્યાને લઇ શરુ કરવામાં આવશે. આ મામલે અલ્પેશ મુસ્લીમોનો સરકાર પણ માંગશે.