મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયેલા અલ્પેશ કથીરિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. અમરોલી રાજદ્રોહ કેસમાં શરતી જામીન રદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ વિવિધ જગ્યાએ તેને શોધતી હતી.
અમરોલી રાજદ્રોહના કેસમાં 3 મહિના અને 20 દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. જોકે, જામીન મળ્યાના થોડા દિવસોમાં અલ્પેશ કથીરિયાનો વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે વિવાદ થયા બાદ અલ્પેશ વિરુદ્ધ ઉપરા-છાપરી 5 ગુનો નોંધાયા હતા.
તેના આધારે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. ત્યારબાદ અલ્પેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન પોલીસે તેને પકડવા માટે તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લીધા હતા. દરમિયાન અલ્પેશ સુરતના વેલંજા ખાતે મિત્રના લગ્નમાં આવ્યો હોવાથી જાણ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.