કોર્પોરેશનના ત્રણ સિટી એન્જીનિયરોની કામગીરીમાં ફેરફારનો હુકમ કરતા મ્યુનિસિપલ કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટના કામોને વેગ આપવા માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સ્માર્ટ સિટી સેલના ત્રણ ઈજનેરોની કામગીરીમાં મોટાપાયે ફેરફાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જેમાં સ્પેશિયલ સિટી એન્જીનીયર અલ્પનાબેન એમ.મિત્રા હાલ જે હાઉસીંગની કામગીરી કરી રહ્યા છે. તેઓએ હવે અટલ સરોવર અને રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર હેઠળના કામોની અમલવારીની કામગીરી કરવાની રહેશે જયારે એડિશનલ સિટી એન્જીનીયર ભાવેશભાઈ યુ.જોશીએ અટલ સરોવર અને રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર સિવાયની સ્માર્ટ સિટી અંતર્ગતની તમામ કામગીરી કરવાની રહેશે. ઉપરાંત મિત્રા હસ્તકની શાળા બોર્ડ તથા અર્બન ફોરેસ્ટના કામ કરવા અને કે.એસ.ગોહેલ હસ્તકની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ વિભાગની તમામ કામગીરી કરવાની રહેશે. જયારે ઈન્ચાર્જ એડિશનલ સીટી એન્જીનીયર કે.એસ.ગોહેલને હાલની કામગીરી પૈકી ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ વિભાગની કામગીરીમાંથી મુકિત આપવામાં આવી છે. જયારે અન્ય કામગીરી યથાવત રાખવામાં આવી છે.