જિલ્લાની ૨ તાલુકા પંચાયતોમાં એસસી, એસઈબીસી અને ૪માં સવર્ણ મહિલા બનશે પ્રમુખ
જિલ્લા પંચાયતની કારોબારી, આરોગ્ય, બાંધકામ અને અપીલ સહિતની શાખાઓના ચેરમેન પણ બદલાશે: તાલુકા પંચાયતોની સમીતીના અધ્યક્ષોની પણ નવી નિમણુંક કરાશે
રાજકોટ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોમાં મહિલા અનામત રાખવામાં આવી છે. જેમાં બે તાલુકા પંચાયતોમાં એસસી, એસઈબીસી મહિલા પ્રમુખ નિમાશે જયારે અન્ય ચાર તાલુકા પંચાયતોમાં સવર્ણ મહિલા પ્રમુખને નિમવામાં આવશે. ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખનું પદ સવર્ણ મહિલાને સન મળશે.
રાજકોટ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોમાં હાલ પુરુષ પ્રમુખ છે. તેઓની અઢી વર્ષની ટર્મ આગામી ૨૨મી જૂને પૂર્ણ વા જઈ રહી છે ત્યારે તેમની જગ્યાએ મહિલા પ્રમુખની નિમણૂંક કરવામાં આવશે. જેમાંથી કોટડા સાંગાણી તાલુકા પંચાયતમાં એસઈબીસી મહિલા પ્રમુખ જયારે જામકંડોરણા તાલુકા પંચાયતમાં એસસી મહિલા પ્રમુખની નિમણૂંક કરવામાં આવશે. ઉપરાંત ગોંડલ, રાજકોટ, ઉપલેટા અને વિંછીયા આ ચાર તાલુકા પંચાયતોમાં સવર્ણ મહિલાઓને પ્રમુખ પદ સોંપવામાં આવશે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ સવર્ણ મહિલાને પ્રમુખ પદ સોંપવામાં આવશે. હાલ જિલ્લા પંચાયતના સભ્ય અલ્પાબેન ખાટરીયા પ્રમુખ પદના પ્રબળ દાવેદાર છે. અલ્પાબેન ખાટરીયાને પ્રમુખ પદ સોંપવામાં આવશે તેવી ચર્ચાએ જિલ્લા પંચાયતમાં જોર પકડયું છે.જિલ્લા પંચાયત પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ તેમજ કારોબારી, આરોગ્ય, બાંધકામ અને અપીલ સહિતની શાખાઓના ચેરમેનો પણ બદલાશે. જે જિલ્લા પંચાયતની શાખાની અઢી વર્ષની ટર્મ છે તે શાખાઓના અધ્યક્ષોની પુન: નિમણૂંક કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને જામનગર સહિતની રાજયની ૧૧ જિલ્લા પંચાયતમાં સવર્ણ મહિલા પ્રમુખને સન આપવામાં આવશે. રાજયની મોટાભાગની જિલ્લા પંચાયતોમાં જયાં પુરુષોનો દબદબો હતો ત્યાં હવે મહિલા પ્રમુખોને સન આપવામાં આવશે. જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયતની સમીતીઓમાં પણ ફેરફાર થશે. સમીતીના અધ્યક્ષની નવી નિમણૂંક કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com