મધ્યમવર્ગના લોકો જીવન-જરૂરિયાત ચીજ વસ્તુઓમાં 12 ટકા, સ્વાસ્થ્ય માટે 8 ટકા, શિક્ષણ માટે 8 ટકા અને હરવા-ફરવા માટે 6 ટકા ખર્ચ કરી રહ્યા છે.
દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવી હોય તો લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય એ એટલું જ જરૂરી છે ત્યારે કોરોનાકાળ બાદ વાઈટ ગુડસની સાથે સાથે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદ શક્તિમાં વધારો થયો છે જેના કારણે અર્થવ્યવસ્થા વિકસિત પણ બની છે ત્યારે તજજ્ઞોનું માનવું છે કે આવનારા દિવસોમાં મધ્યમ વર્ગીય લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે અને અર્થવ્યવસ્થાને જેટ ગતિ પણ મળશે. એ વાત પણ સાચી છે કે જ્યારે રૂપિયો બજારમાં ફરતો રહે ત્યારે ફુગાવો પણ અંકુશમાં આવતો હોય છે.
કોરોનાના કપરા સમયમાં જે વ્યથા અને આર્થિક તકલીફ મધ્યમ વર્ગના લોકોએ વેઠવી પડી તેની ભરપાઈ લોકો દ્વારા કરવામાં આવી રહી છે જે આવનારા દિવસોમાં તેમની ખરીદ શક્તિમાં પણ વધારો કરશે. અન્ય ચીજ વસ્તુઓની સરખામણીમાં મધ્યમ વર્ગના લોકો જીવન-જરૂરિયાત ચીજ વસ્તુઓમાં 12 ટકા, સ્વાસ્થ્ય માટે 8 ટકા, શિક્ષણ માટે 8 ટકા અને હરવા-ફરવા માટે 6 ટકા ખર્ચ કરી રહ્યા છે. ચાલુ દસ્કાના અંતમાં મધ્યમ વર્ગના લોકોની જે ખપતની શક્તિ છે અને જે ખરીદ શક્તિ છે તે 48 ટકા થી વધી 70 ટકા સુધી પહોંચશે. કુછ નહી ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યામાં પણ અધાદ ઘટાડો થશે અને જે આંકડો હાલ 14 ટકાએ જોવા મળી રહ્યો છે તે આંકડો 5 ટકા સુધી પહોંચી જશે.
ખરીદ શક્તિમાં બદલાવ જે રીતે આવી રહ્યો છે તેમાં સૌથી મોટું કારણ એ છે કે જે રીતે લોકોની આવકમાં વધારો થતો હોય છે તે રીતે તેમની ખરીદ શક્તિમાં પણ વધારો નોંધાતો હોય છે. મધ્યમ વર્ગના લોકોની જે મુજબની આવક છે તે મુજબની તેઓની ખરીદી શક્તિ પણ જોવા મળે છે અને મુખ્યત્વે તેઓ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં જ વધુને વધુ ખર્ચ કરે છે પરંતુ હાલ જે રીતે મધ્યમ વર્ગીય લોકોની આવક વધી રહી છે તેને જોતા હવે તમામ લોકો મુખ્યત્વે સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં વધુને વધુ વપરાશ કરતા થયા છે.
વચલો સમય ખરીદશક્તિ અને આવક ને સીધો જ અસર કરતા સાબિત થયો હતો કારણકે લોકો પોતાની ખરીદશક્તિ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના બદલે મોજશોખ ની વસ્તુઓમાં વધુ ખર્ચ કરતા હતા. ત્યારે આંકડાકીય માહિતી જે સામે આવી રહી છે તેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે જો કોઈ વ્યક્તિની આવક એક ટકો વધે તો તેમના ખર્ચમાં 0.47 ટકાનો વધારો થાય છે.
જ્યારે મધ્યમ વર્ગના લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓની સાથોસાથ શિક્ષણ એન્ટરટેનમેન્ટ ટ્રાવેલ સહિતના ક્ષેત્રે વધુ ખર્ચ કરતા થશે ત્યારે જ તેમની આવકમાં વધારો થશે અને તેની સીધી જ અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ જોવા મળશે. જે રીતે ડિજિટલ વ્યવસ્થા દિન પ્રતિદિન વિકસિત થઈ રહી છે તેનાથી ઘણો ખરો ફાયદો પણ દેશની અર્થવ્યવસ્થાને મળશે. ત્યારે હાલની સ્થિતિએ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે મધ્યમ વર્ગના લોકોની ખરીદશક્તિમાં વધારો થતાની સાથે જ દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત બનશે.