જિલ્લાની ૬ બજાર સમિતિમાં ૫૮૯૬ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન: યાર્ડ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે થાય છે ખેત ઉપજની હરાજી
રાજકોટ યાર્ડમાં ગઇકાલેથી ઘંઉની હરાજી સાથે કામકાજનો પ્રારંભ થયા બાદ આજે બીજા દિવસે પણ ખેડૂતોની હાજરીમાં ઘંઉની હરાજીની કામગીરી ચાલુ રહી છે. યાર્ડમાં આવતીકાલ ગુરુવારથી ઘંઉ સાથે સાથે ધાણા અને ચણાની હરરાજી પણ શરુ કરવામાં આવશે.
રાજકોટ યાર્ડમાં આજે બીજા દિવસે ઘંઉની હરાજી માટે ૧૦૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી ૭૦ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઘંઉના ભાવ રૂ. ૩૩૫ થી ૪૧૦ રહ્યો હતો. આજે ૩૬૬૭ કિવન્ટલ ઘંઉનું વેચાણ થયું હતું.
રાજકોટ જિલ્લાની ૬ બજાર સમિતિઓના કુલ ૫૮૯૬ ખેડુતોએ તેમની કૃષિ જણસોના વેચાણ માટે રર એપ્રિલ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યૃુ છે. ગ્રામ્ય અર્થતંત્રને લોકડાઉનની માઠી અસરોમાંથી ઉગારવા માટે રાજય સરકારે અનાજ માર્કેટીંગ યાર્ડ શરુ કરવા અને ખેડુતોને તેમની જણસો વેચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે જેને રાજયભરના કિસાનોએ ઉત્સાહભર પ્રતિસાદ પાઠવ્યો છે.
રાજકોટ બજાર સમિતિના ૩૨૩૯ ખેડુતોએ જેતપુર બજાર સમીતીના ૮૧ ખેડુતોએ, ઉપલેટા બજાર સમિતિના ૧૦૭ ખેડુતોએ ધોરાજી બજાર સમીતીના ૮૧ ખેડુતોએ, જસદણ બજાર સમીતીના ૭૭૮ ખેડુતોએ અને ગોંડલ બજાર સમીતીના ૧૬૧૦ ખેડુતો મળી કુલ ૫૮૯૬ ખેડુતોએ તા.રર એપ્રિલ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ઉ૫લેટા બજાર સમિતિમાં ઘંઉ, એરંડા અને તુવેરના વેચાણની હરરાજી શરુ કરવામાં આવી છે જયારે જસદણ બજાર સમીતીમાં ઘંઉના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ રપ ખેડુતોને હરરાજી માટે બોલાવવામાં આવ્યા હતા જે પૈકી અત્યાર સુધીમાં ૧૦ વાહનોમા ઘઉ ભરીને વેચાણ માટે આવેલ જેની નિયમ મુજબની હરરાજી સોશ્યિલ ટિસ્ટન્સીંગ જાળવી શરુ કરેલ છે જેમાં ઘઉના ભાવ ૩૨૦ થી ૩૬૯ પ્રતિ મણ સુધીના રહેલ છે. જેની આવક અંદાજે ૧૦૦૦ મણ થયેલ છે.
ધોરાજી બજાર સમીતીમાં ઘંઉના વેચાણ માટે રજીસ્ટ્રેશન થયેલ ર૦ ખેડુતોમાંથી ર ખેડુત તેમના ઘંઉના વેચાણની હરરાજી માટે આવેલ છે. ગોંડલ બજાર સમીતીમાં આજ દિન સુધી ૧૬૩૫ કિવન્ટલ ઘંઉ અને ૧૩૮૬ કિવન્ટલ ધાણા અને ધાણીની આવક થઇ છે તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજીસ્ટ્રાર ટી.સી. તીર્થાણી એ જણાવ્યું હતું.
રાજકોટ યાર્ડના વા. ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યુંં હતુ કે આવતીકાલ ગુરૂવારથી યાર્ડમાં ઘઉં સાથે ઘાણા અને ચણાની પણ હરરાજી શરૂકરવામાં આવશે યાર્ડમાં સામાજીક અંતર સહિતના તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે.
યાર્ડના મજૂરોને યાર્ડ તરફથી બિલ્લા અપાયા છે. પરંતુ કેટલીક જગ્યાએ ખેડુતો મજૂરોને પોલીસની મુશ્કેલી પડે છે. રોકવામાં આવે છે. આ બાબતે વહીવટી તંત્ર અને પોલીસ યોગ્ય સંકલન સાધી મુશ્કેલી હળવી કરી શકે છે.
એસપી એસઆર ટંડલે જણાવ્યું હતુ કે પોલીસ યાર્ડ તથા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કામ કરી રહી છે. મજૂરોની પાસે યાર્ડનો બિલ્લો છે તે કોઈ જવા દેવાય છે.
સૌરાષ્ટ્રમાંથી આવતા ખેડુતો ખેત ઉપજ લઈ વાહનોમાં આવે છે તોતેમને નંબર લખી જવા દેવાય છે.