વર્ષ 2023-24માં માળખાગત સુવિધાઓ વધારવાનો ખાનગી કંપનીઓનો એક્શન પ્લાન : અર્થતંત્રને મળશે વેગ
સરકારની સાથે મોટી ખાનગી કંપનીઓ પણ આગામી નાણાકીય વર્ષમાં રૂ. 6 લાખ કરોડ ખર્ચશે. વર્ષ 2023-24માં માળખાગત સુવિધાઓ વધારવા આ ખાનગી કંપનીઓનો એક્શન પ્લાન ઘડયો છે જેનાથી અર્થતંત્રને પણ વેગ મળશે.
સરકારે વર્ષ 2023-24ના બજેટમાં માળખાગત સુવિધાઓ વધારવા ઉપર પુરતું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેવામાં ખાનગી કંપનીઓ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટમાં કોઈ કસર છોડવા માંગતી નથી. આ માટે ખાનગી કંપનીઓએ 6 લાખ કરોડ જેટલું ભંડોળ ખર્ચવાની તૈયારી બતાવી છે.
જેમાં આરઆઈએલ 2.15 લાખ કરોડ, અદાણી એન્ટરપ્રાઇઝ રૂ. 18 હજાર કરોડ, ટાટા સ્ટીલ 32 હજાર કરોડ, હિંડલકો ઇન્ડસ્ટ્રીઝ રૂ. 30 હજાર કરોડ, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂ. 31 હજાર કરોડ, વેદાંતા રૂ. 26 હજાર કરોડ, જિંદાલ સ્ટીલ રૂ. 12 હજાર કરોડ, એરટેલ રૂ. 79 હજાર કરોડ, વોડાફોન રૂ. 16 હજાર કરોડ, અદાણી ટ્રાન્સમિશન રૂ. 9500 કરોડ, ટાટા પાવર રૂ. 16 હજાર કરોડ, અંબુજા રૂ. 5400 કરોડ, અલ્ટ્રાટેક રૂ. 15 હજાર કરોડ, ડાલમિયા રૂ. 6400 કરોડ, ટાટા મોટર્સ રૂ. 48 હજાર કરોડ, મારુતિ સુઝુકી રૂ. 14 હજાર કરોડ સહિતની કંપનીઓ મળી કુલ રૂ. 6.11 લાખ કરોડ ખર્ચશે.