વૈશ્ર્વિક વ્યાપારમાં ખુબજ મોટો હિસ્સો ધરાવે છે બ્રિક્સ સમુદાયના દેશો!!!
બ્રિક્સએ વિશ્વની 5 મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓના સંગઠન વાળા દેશો છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું આધિપત્ય ઉભું કરવા આગળ આવી રહ્યું છે. એટલુંજ નહીં હાલ આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરમાં થતો હોવાથી જે લાભ મળવો જોઈએ તે મળી શકતો નથી, માટે બ્રિક્સ સમુદાયના દેશોએ પોતાનુજ ચલણ બહાર લાવવા મહેનત કરી રહ્યું છે. 14મી બ્રિક્સ સમીટને સંબોધતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્રાઝીલ, રસિયા, ઇન્ડિયા, ચાઇના અને દક્ષિણ આફ્રિકાના દેશોએ નવી કરન્સી બહાર લાવવા તૈયારી શરૂ કરી દીધી છે.
બ્રિક્સ સભ્યો તેમના પ્રાદેશિક મુદ્દાઓ પર તેમના નોંધપાત્ર પ્રભાવ માટે જાણીતા છે. બ્રિક્સ વિશ્વની અગ્રણી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંની એક અર્થવ્યવસ્થા છે. બ્રિક્સ સમિટની અધ્યક્ષતા દર વર્ષે તેના સભ્ય દેશો દ્વારા કરવામાં આવે છે. પાંચ દેશોમાંથી દરેક એકાંતરે દર વર્ષે આ કોન્ફરન્સનું આયોજન કરે છે. આ વખતે વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ બ્રિક્સ દેશો વિશ્વની 4ર ટકા વસતીનું પ્રતિનિધિત્વ અને ધરેલું ઉત્પાદનમાં ર3 ટકાનો હિસ્સો ધરાવે છે, માટે વૈશ્વિક વેપાર માટે અતિ મહત્વપૂર્ણ છે બ્રિક્સ સંગઠન. તજજ્ઞોનું માનવું છે કે, બ્રિક્સ દેશો દ્વારા પોતાનું ચલણ બહાર લાવવા બાદ વૈશ્વિક બદલાવ જોવા મળશે અને ડોલરની સાથે યુરો પરની નિર્ભરતા પણ ઘટશે. હાલ આ અંગે સભ્યો દેશો યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા તખ્તો તૈયાર કર્યો છે.
બ્રિક્સ સમુદાયમાં ભારતનું પ્રભુત્વ અનેરું છે. રસિયા-યુક્રેન યુદ્ધ બાદ વિશ્વમાં ભારત પરનો ભરોસો ખુબજ વધ્યો છે.
અને ભારત બધાજ પરિપેક્ષમાં અવ્વલ સાબિત થઈ રહ્યું છે. વિશ્વના કોઇ પણ દેશ ભારતની અવગણના સહેજ પણ કરી શકે તેમ નથી. ત્યારે બ્રિક્સ દેશો પોતાના સભ્યો દેશો સાથે વ્યાપારિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આગળ આવી રહ્યું છે. તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ છતાં બ્રિક્સ દેશો સાથે વેપાર, વેપાર, નાણાં અને રોકાણના ક્ષેત્રોમાં પરસ્પર સંબંધો સતત વધી રહ્યા છે. ઉદાહરણ તરીકે, આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં, બ્રિક્સ દેશો વચ્ચેના વેપારમાં 38 ટકાનો વધારો થયો છે. બંને પક્ષો વચ્ચેનો વેપાર 45 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે.
તાલિબાને પાકિસ્તાનનું ચલણ પ્રતિબંધિત કર્યું
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધ ગાઢ બનતા તાલિબાને પાકિસ્તાનનું ચલણ પ્રતિબંધિત કર્યું છે. જેની અમલવારી 1લી ઓક્ટોબર થીજ શરૂ કરવામાં આવી છે. નાપાક પાકિસ્તાનની હરકતથી અને તેના મુદ્દાઓથી દુર રહેવા તાલિબાન સજ્જ બન્યું છે. હાલ વૈશ્વિક સમુદાયમાં પાકિસ્તાન પરનો ભરોસો નહિવત છે જેના કારણે કોઈ પણ દેશ પાકિસ્તાન સાથે વ્યાપાર સંબંધ બનાવવા તૈયાર નથી . ત્યારે તાલિબાને પાકિસ્તાનનું ચલણ પ્રતિબંધિત કરતા વ્યાપારિક પ્રશ્નો ઉભા થાય તો નવાઈ નઈ.