યોગ તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ તમારી ત્વચાની સુંદરતા વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક વિશેષ યોગ આસનો ચહેરામાં રક્ત પરિભ્રમણ વધારીને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેમજ યોગ કરવાથી તણાવ પણ ઓછો થાય છે. જેની સીધી અસર ત્વચા પર પડે છે. તેનાથી ત્વચા વધુ તાજી અને ચમકદાર દેખાય છે અને ઓક્સિજનનો પ્રવાહ વધે છે. જે ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે.
ચહેરાની ચમક માટે યોગ અને યોગ્ય આહારનું મહત્વ
તંદુરસ્ત અને ચમકતી ત્વચા મેળવવા માટે યોગ્ય આહાર અને હાઇડ્રેશન પણ જરૂરી છે. આખા દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને સંતુલિત આહારની સાથે નિયમિત યોગાસન કરવાથી ત્વચા કુદરતી રીતે સ્વસ્થ અને ચમકદાર બને છે.
ચહેરાને ચમકાવવા માટે વિશેષ યોગાસનો
ત્રિકોણાસન, માલાસન અને હલાસન જેવા કેટલાક વિશેષ યોગ આસનો છે. જે ચહેરાની ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ આ યોગ કરવાની સાચી રીત
1. ત્રિકોણાસન
ત્રિકોણાસન કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. જેનાથી ચહેરા પર નેચરલ ચમક આવે છે.
1- ત્રિકોણાસન કરવા માટે સૌથી પહેલા સીધા ઉભા રહો અને પગ વચ્ચે થોડું અંતર રાખો.
2- ઊંડો શ્વાસ લઈને શરીરને જમણી તરફ નમાવો.
3- તમારા ડાબા હાથને ઉપરની તરફ ઉંચો કરો અને તમારી આંખોને ઉપરની તરફ રાખો.
2. માલાસન
માલાસન પેટ અને ચહેરાની ત્વચા માટે ફાયદાકારક છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. તે કેવી રીતે કરવું તે જાણો
1- સૌથી પહેલા સીધા ઉભા રહો અને પગ વચ્ચે થોડું અંતર રાખો.
2- તમારા હાથ જોડો અને ધીમે ધીમે બેસો.
3- શ્વાસ બહાર કાઢતી વખતે આગળની તરફ વાળો અને બંને કોણીને જાંઘની વચ્ચે 90 ડિગ્રીના ખૂણા પર રાખો.
3. હલાસન
હલાસન ચહેરામાં રક્ત પરિભ્રમણ તો વધારે છે. પરંતુ તે ત્વચાને પણ સુધારે છે.
1- આ કરવા માટે, સૌથી પહેલા તમારી પીઠ પર સૂઈ જાઓ અને બંને હાથને બાજુ પર રાખો.
2- બંને પગને ધીમે-ધીમે ઉપર ઉઠાવો અને કમરના ટેકાથી માથાની પાછળ લઈ જાઓ.
3- તમારા પગ જમીનને સ્પર્શે ત્યાં સુધી પાછા ખસેડો.