કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર દેશમાં અતિ ઘાતકી સાબિત થઈ છે. પરંતુ આ બીજી લહેરમાંથી હવે ગુજરાત રાજ્ય ઝડપથી બહાર આવી રહ્યું હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જો કે હજુ દેશમાં કોરોનાના ભરડાની સ્થિતિ યથાવત જ છે. એમાં પણ મહારાષ્ટ્ર, કર્ણાટક,કેરળની સ્થિતિ વધુ ખરાબ બની છે. છેલ્લા બે માસમાં મહારાષ્ટ્રને કોરોનાએ જે રીતે રગદોળ્યું હતું એ ભયાવહ સ્થિતિ કોઈ ભૂલી શકે નહીં. ત્યારે હવે હજુ આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં આવનારી કોરોના વાયરસની ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. પરંતુ આ સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જણાવ્યું છે કે હવે મહારાષ્ટ્ર બીજી લહેરમાં જે રીતે સપડાયું હતું તે રીતે ત્રીજી લહેરમાં સપડાશે નહીં. અને અમે ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયાર છીએ. ગુજરાત જાગ્યાની સાથે સાથે હવે મહારાષ્ટ્ર પણ જાગી ગયું છે અને કોરોનાની ત્રીજી લહેરને ભરી પીવા સજ્જ થયું છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19 કેસના વધુ ભરડા વચ્ચે, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ મહાસંકટ વચ્ચે હવે આત્મસંબંધન માટે કોઈ સ્થાન નથી. હવે સરકાર
ચેપની ત્રીજી તરંગ સાથે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક જિલ્લાઓમાં કોવિડ કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં હજી પણ સ્થિતિ ખરાબ છે. મુખ્યમંત્રી ઠાકરેએ જણાવ્યું કે તેમણે અધિકારીઓને કહ્યું છે કે તેઓ તબીબી ઓક્સિજનના ઉત્પાદનને વધારવા માટે એક મિશન મોડમાં કામ કરે.