ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીએસટી આવકમાં 24 ટકાનો ઉછાળો
દેશની અર્થવ્યવસ્થા વિકસિત થતા ની સાથો સાથ ઉદ્યોગોની સ્થિતિ પણ જે રીતે જોવા મળી રહી છે તેને લઈ દેશ અને રાજ્યોની જીએસટી આવકમાં વધારો નોંધાયો છે ત્યારે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાતની જીએસટી આવક 24 ટકા વધી રૂપિયા 16,000 કરોડને પાર પહોંચી છે. સાથોસાથ જાવકમાં વધારો થયો છે તેની પાછળનું મુખ્ય કારણ પણ એ છે કે ગુજરાત રાજ્યમાં નિકાસ ઝડપભેર વધી રહ્યો છે એટલું જ નહીં તહેવારોની સિઝનમાં લોકોની ખરીદી શકતી વધતા બજારમાં રૂપિયો ફરતો થયો છે અને પરિણામ સ્વરૂપે રાજ્યની જીએસટી આવક 24 ટકા વધી 16,000 કરોડ રૂપિયાએ પહોંચી છે.
નાણાકીય વર્ષ 2022-23ની વાત કરવામાં આવે તો આવક 23% વધી હતી અને આંકડો 56000 કરોડે પહોંચ્યો હતો ત્યારે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ આ જીએસટી આવક 16000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે જે રાજ્યની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે. એપ્રિલ મે અને જૂન મહિનામાં રાજ્યની જીએસટી આવક 5000 કરોડને પાર પહોંચી ગઈ છે. ગુજરાત રાજ્યમાં સ્ટેજ જીએસટી, સેન્ટ્રલ જીએસટી અને તેની સંલગ્ન 10119 કરોડ રૂપિયા પહોંચ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં 11 ટકા વધુ છે.
આ તો સાત રાજ્ય સરકારની જેમ કેન્દ્રમાં પણ જીએસટી કલેક્શન 12 ટકા વધી સતત ચોથી વખત 1.6 લાખ કરોડ રૃપિયાએ પહોંચ્યું છે. સરકાર જે રીતે રાજકોષીય ખાધને અંકુશમાં રાખવા માટે પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે આ જીએસટી કલેક્શન રાજકોટને સંપૂર્ણ અંકુશમાં રાખશે. અત્યાર સુધી છેલ્લા ચાર વખતથી કેન્દ્રની જીએસટી આવક 1.6 લાખ કરોડને પાસ જોવા મળે છે અને જૂન મહિનામાં આવક 12 ટકા વધી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે હાલ દેશની અર્થવ્યવસ્થા જે રીતે બની છે તેને લઈ જીએસટી કલેક્શનમાં પણ અધધ વધારો નોંધાયો છે અને હવે જરૂર એ છે કે જે રીતે ફેક ઇનવોઈસ બની રહ્યા છે તેના ઉપર અંકુશ લાદવામાં આવે.