‘ગીતા’ એક મહાન વિજ્ઞાન
‘ગીતા’ વાંચ્યા પછી ડો. અબ્દુલ કલામે આજીવન માંસ ન ખાવાની લીધી હતી પ્રતિજ્ઞા
‘ગીતા’નું વાંચન કરતા ડો. વિક્રમ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત
વર્તમાન યુગમાં ભણતર ખૂબજ જરૂરી છે. તે વાત બરાબર છે. પરંતુ આજની પેઢીને ભણતરની સાથે સાથે સામાજિક અને પારિવારિક પરંપરાઓ, ઉપરાંત આધાત્મીકતા તરફ વાળવા પણ એટલા જ જરૂરી છે. અને તેનામાં આપણી મૂળભૂત સંસ્કૃતિનું સિંચન કરવા પરિવારના વડીલોએજ જહેમત ઉઠાવવી પડશે અને સંસ્કૃતિ, પરંપરા, તહેવારો, ઉત્સવો, ધાર્મિક ગ્રંથો અને આધ્યાત્મીક સાથે કયાંકને કયાંક વિજ્ઞાન પણ જોડાયેલું હોવાનો વિસ્તાર પૂર્વક અહેસાસ કરાવવો પડશે.
ચેન્નઈના સાગર કિનારે ધોતી-કૂર્તામાં એક સજજન શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વાંચન કરી રહ્યા હતા ત્યારે એક યુવાન ત્યાં આવ્યો અને કહ્યું કે આજે વિજ્ઞાનનો યુગ છે તો પણ તમે આવા પુસ્તકો વાંચો છો? જુઓ વિશ્ર્વ ચંદ્ર પર પહોચ્યું છે અને તમે લોકો આ ગીતા-રામાયણમાં અટકી ગયા છો…? સજજન વ્યકિતએ યુવાનને પૂછયું. તમને ગીતા વિશે શું ખબર છે. ત્યારે યુવાન બોલ્યો… હું વિક્રમ સારાભાઈ ઈન્સ્ટીટયુટઠનો વિદ્યાર્થી છું હું એક વ્યકિત વૈજ્ઞાનિક છું… આ ગીતા આપણા આગળ બકવાસ છે… આ સાંભળી સજજન હસવા લાગ્યા… એટલી વારમાં ત્યાં બે મોટી કાર આવી અને કેટલાક બ્લેક કમાન્ડો એક કારમાંથી બહાર આવ્યા અને એક કારમાંથી સૈનિક જયારે સૈનિકે કારનો પાછડનો દરવાજો ખોલ્યો ત્યારે સૌમ્ય વ્યકિતત્વ ધરાવતા સજજન શાંતીથી કારમાં બેઠા…
આ બધુ જોઈ યુવાન તો ચોંકી ગયો એ એમની પાસે દોડયો અને પૂછયું…સર….સર… આપ કોણ છો? આપનો પરિચય તો આપો ત્યારે સજજન વ્યકિત બોલ્યા તમે જે વિક્રમ સારાભાઈ ઈન્સ્ટીટયુટમાં અભ્યાસ કરો છો તે જ વિક્રમ સારાભાઈ હું છું…. ત્યારે યુવાનને 440 વોલ્ટનો આંચકો લાગ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું…
આ શ્રીમદ ભગવદ ગીતા વાંચ્યા પછી ડો.અબ્દુલ કલામે આજીવન માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગીતા એ એક મહાન વિજ્ઞાન છે.