દેશભરમાં મનોરંજનની સાથે સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્રસમા થિયેટરો સમાજ માટે બનશે આશીર્વાદરૂપ
દુનિયામાં ટેકનોલોજી સાથે મનોરંજનના સંસાધનો માં પણ અમુલ પરિવર્તન આવ્યું છે ત્યારે ટીવી અને સોશિયલ પ્લેટફોર્મ અને ડિજિટલ યુગથી એક જમાનામાં દબદબો ધરાવતા જુના ફિલ્મ થિયેટરો હવે ભૂતકાળ બની જૂની યાદો જ બની ગયા છે, થિયેટરકલ્ચર બદલાયું છે, જૂની ટેકનોલોજી ની જગ્યાએ નવા મલ્ટિપ્લેક્સ આવી ગયા છે પરંતુ થેટરોની સંખ્યા ઘટતી જાય છે અને મલ્ટિપ્લેક્સ કલ્ચર માત્રને માત્ર મોટા શહેરો પૂરતું મર્યાદિત બની રહ્યું છે, ત્યારે દેશભરમાં ફરીથી બહુમૂલ્ય થિએટરનો યુગ શરૂ કરવા સરકાર સજ બની છે, અગાઉ ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં રંગમંચ અને નાટય ગ્રહોનો દબદબો હતો
જેના માધ્યમથી લોકોમાં સામાજિક જાગૃતિ અને સાંસ્કૃતિક વિકાસની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. હવે ફરીથી ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સંસ્કૃતિ કેન્દ્રોનો યુગ શરૂ થઈ રહ્યો છે અને દેશમાએકલાખ જેટલા આધુનિક સુવિધા સજ અને એક સાથે બસ્સો પ્રેક્ષકો બેસી શકે તેવી ક્ષમતા વાળા આધુનિક થિયેટર જેવા સાંસ્કૃતિક કેન્દ્રો ફરીથી ધમધમતા થશે તેમાં માત્ર ફિલ્મો જ નહીં સામાજિક કાર્યો પણ કરી શકાશેફિલ્મ મનોરંજન અને થિયેટરને માત્ર મનોરંજન પૂરતું જ નથી પરંતુ સામાજિક જાગૃતિ અને માહિતીઓના પ્રત્યાયન નું મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટર ના માધ્યમથી માર્ચ 2023સુધીમાં દેશના વિવિધ વિસ્તારોમાં 500એવા સિનેમા ગ્રહો ખોલવામાં આવશે જેમાં મનોરંજનની સાથે સાથે સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકાશે ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એક જગ્યાએ સારી રીતે કરી શકાય તે માટે દેશભરમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ જેટલા સાંસ્કૃતિક કેન્દ્રોના રૂપમાં સિનેમા હોલ ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારના આ સિનેમા ઘરોમાં 200 ની બેઠક ક્ષમતા હશે અને તેમાં ફિલ્મ ઉપરાંત સાંસ્કૃતિક સામાજિક કાર્યક્રમમાં પણ કરી શકાશે ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું કેન્દ્ર આવા થીએટ્રોરો બનશે.