નાથદ્વારાના ગાદીપતિ તીલકાયતજી ૧૦૮ શ્રી રાકેશબાવાના આત્મ જ પૂ. વિશાલબાવા લોટીયા પરિવારને આંગણે પધાર્યા
શ્રીનાથજી ઘ્વજાજીના અલૌકિક દર્શન સાથે વચનામૃતનો લ્હાવો લેતા વૈષ્ણવોજનો
શહેરના નામાકિત સીએ ધીરેનભાઇ લોટીયાના આંગણે શ્રીનાથજીની ઘ્વજાજીની પાવન પધરામણી થઇ છે. જે રીતે કૃષ્ણજીએ ભકિત કરવાની સાથે કર્મને પણ યોગ્ય સ્થાન માન્યુ હતું તેવી જ રીતે નાથદ્વારાના ગાદીપતિ તીલકાયતજી ૧૦૮ શ્રી રાકેશબાબાના આત્મજ પુ. વિશાલબાબાએ વૈષ્ણવોને ભકિતની સાથે સાથે કર્મને પણ જરુરી ગણાવ્યું હતું.
રાજકોટની વલ્લભ વૈષ્ણવ સૃષ્ટિ પર અસીમ કૃપા કરીને વૈષ્ણવોને ઘ્વજાજીના સનાથ કરવા ધીરેનભાઇ લોટીયાના નિવાસ સ્થાને અલૌકિક દર્શનનો અવસર પ્રાપ્ત થયો હતો. ગઇકાલે રાત્રીના પૂ. વિશાલ બાબાના વચનામૃતનો વૈષ્ણવોએ લ્હાવો લીધો હતો. જયારે આજે શ્રીનાથજીની ઘ્વજાજીના અલૌકિક દર્શન સાથો સાથ રાજભોગ સહિત કુલ ૮ દર્શનનો લાભ તેમજ ફુલફાગ ઉત્સવ પણ ઉજવાયો હતો. આજે મંગળા દર્શન સુધી શ્રી ઘ્વજાજીના દર્શન ઇત્યાદિનો લ્હાવો વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ લીધો હતો.
દેશ-વિદેશના કરોડો ભાવિકોના આસ્થાના સ્થાન શ્રીનાથજી મંદીર- નાથદ્વારાના ગાદીપતિ સુપુત્ર ચિ. વિશાલબાવાના દર્શન માટે રાજકોટના મેયર ડો. બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી અને તેમના ધર્મપત્ની, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, તેમજ સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા સહીત અનેક મહાનુભાવો અને વૈષ્ણવોજનો પધાર્યા હતા.
પૂ. વિશાલબાબાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે નાથદ્વારાથી પ્રભુ શ્રી નિકુંજનાયક શ્રીનાથજીના ઘ્વજાની રાજકોટ ખાતે પધાર્યા છે. અને નાથદ્વારામાં પ્રભુના દર્શન કરતી વેળાએ ભકતોમાં જેવો ઉત્સાહ જોવા મળતો હોય છે તેવો જ ઉત્સાહ અહીના રાજકોટના વૈષ્ણવોમાં જોવા મળી રહ્યો છે.
જયા જયાં હું જાવ છું ત્યાં વૈષ્ણવજનો દેખાય છે તેમ અહીં રાજકોટમાં પણ વૈષ્ણવજનો પ્રભુને પામવા માટે તત્પર છે. આજે પ્રભુ અહી ખુદ પધાર્યા છે. મારો સંદેશો ભકતજનોને એ જ છે કે ભકિત કરો અને કૃષ્ણચંદ્રજીના હ્રદયમાં વસવાટ કરો અને ભકિતની સાથો સાથ કર્મને પણ જરુરી માનો સંસારમાં રહિને જ પ્રભુની ભકિત કરવી યોગ્ય છે.
પ્રશાંત લોટીયાએ ‘અબતક’ સાથેનીવાતચીતમાં જણાવ્યું હતું કે નાથદ્વારાથી પૂ. વિશાલબાવા પધાર્યા છે. અને વૈષ્ણવજનોને આઠેમ ઝાંખીના દર્શન આજે થનાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘ્વજીજી પૂ. વિશાલબાવા અવાર નવાર પધારે છે. રાજકોટના વૈષ્ણવ સંપ્રદાય તેમજ તમામ ધર્મપ્રેમી જનતા માટે સુંદર આયોજન કરાયું છે. આજે મંગળા દર્શન સુધી શ્રી ઘ્વજાજીના દર્શન ઇત્યિાદી અવસરનો મોટી સંખ્યામાં ભકતો લ્હાવો લેનાર છે.
રાજકોટના મેયર ડો. બીનાબેન આચાર્ય ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે બાવાશ્રી શ્રીનાથજીથી પધાર્યા છે. અને સાથે તેમની ઘ્વજાજી પણ સાથે લઇને આવ્યા છે તો લોકોને પણ તેમની પધરામણીનો લાભ મળ્યો છે. અને ધીરેનભાઇ ના આંગણે પધાર્યા છે તેમનું ઘર પણ આજે પાવન થઇ ગયું છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વૈષ્ણવસમાજમાં બાવાશ્રીનું ખુબ જ મોટું યોગદાન હોય છે આજે લોટીયા પરીવારના આંગણે બાવાશ્રી પધાર્યા છે. લોટીયા પરિવારના આંગણે અનેરો અવસર આવ્યો છે. બાવાશ્રીના આશીર્વાદ અમને મળ્યા તેમજ સમગ્ર વૈષ્ણવોના પણ આર્શીર્વાદ મળ્યા છે હું એવું માનું છું કે જે લોકોના નસીબ હોય તેને જ આ ઘ્વજાજીના દર્શનને લાભ માટે આજે બાવાશ્રીના દર્શન કરી અમોએ ધન્યતા અનુભવી છે.