આલોક વર્માને રજા ઉપર મોકલવાનો આદેશ ખોટો,૭૫ દિવસમાં સીબીઆઈમાં વર્માની વાપસી: સુપ્રીમ કોર્ટ
સીબીઆઈના ડિરેકટર આલોક વર્માની સત્તા ઝુટવી લેવાના કેન્દ્રના પગલા સામે વર્માએ કરેલી અરજી અંગે આજે સુપ્રીમ કોર્ટ ફેંસલો આપ્યો છે. જેમાં આજે સીબીઆઈ વર્સીસ સીબીઆઈની રસાકસીની ‘મેચ’ જામી હતી.
સીબીઆઈના ડાયરેકટર વર્મા અને સ્પેશ્યલ ડાયરેકટર અસ્થાનાના ભ્રષ્ટાચારના સામસામા આક્ષેપો બાદ સરકારે બન્નેને રજા ઉપર ઉતારી દીધા હતા. ત્યારે આજે કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારતા બન્નેની રજા રદ્દ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ઝાટકણી કરતા નિર્ણય લીધો હતો કે, વર્માને રજા ઉપર મોકલવાનો આદેશ તદ્દન જુઠો હતો. જો કે આલોક વર્મા કોઈ નીતિગત નિર્ણય નહીં લઈ શકે પરંતુ કહીં શકાય કે સીબીઆઈ વિવાદમાં સરકારની સ્પષ્ટ હાર જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમના નિર્ણય બાદ ૭૫ દિવસમાં સીબીઆઈમાં આલોક વર્માની વાપસી કરવામાં આવી છે. આલોક વર્માને રજા પર ન નિતીગત નિર્ણય શક્તિ ઉપર બંધન મુકવામાં આવ્યું છે. વર્માની હોદ્દાની મુદત ૩૧મી જાન્યુઆરીએ પૂર્ણ થાય છે. ત્યારે કેન્દ્ર સરકારે બન્ને પાસેથી સત્તા આંચકી તેને રજા ઉપર ઉતાર્યા હતા. કોર્ટે આજે વર્માની અરજી ઉપર હકારાત્મક ચુકાદો આપતા વર્માની સીબીઆઈ વર્સીસ સીબીઆઈ કેસમાં જીત થઈ છે.