કોરોનાને મ્હાત આપી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા તમામ દેશોની સરકારો, ડોક્ટર વૈજ્ઞાનિકો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો મથામણમાં જુટાયા છે. રસી, અન્ય દવા સહિતની સારવાર પ્રક્રિયાની શોધ માટે કંપનીઓ મેદાને ઉતરી છે ત્યારે હાલ ભારતની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે દવા ઉત્પાદિત કરવા માટે  રેડી થઈ ગઇ છે અને આ માટે એલી લિલી નામની કંપની સાથે કરાર કર્યા છે.

ડો. રેડ્ડીઝ લેબોરેટરીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે તેણે એલી સાથે પરવાનો કરાર કર્યો છે. લીલી અને કંપની કોવિડ -19ની સારવાર માટે દેશમાં બેરીસિટીનીબ નામની દવાનું ઉત્પાદન કરશે. હૈદરાબાદ સ્થિતની આ કંપનીએ કહ્યું કે તેણે  એલી લીલી સાથે રોયલ્ટી-મુક્ત, બિન-વિશિષ્ટ અને સ્વૈચ્છિક લાઇસેંસિંગ કરાર કર્યો છે. જણાવી દઈએ કે તેમની દવા બારીસિટીનીબેએ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) દ્વારા  ઇમર્જન્સી ઉપયોગ માટે તાજેતરમાં મંજૂરી પ્રાપ્ત કરી છે. જેને પૂરક ઓક્સિજન તરીકે, આક્રમક મિકેનિકલ વેન્ટિલેશન અથવા એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનકરણ (ઇસીએમઓ)ની આવશ્યકતા ધરાવતા દર્દીઓને આપવામાં આવશે. રેમડેસીવીર સાથે પણ ઉપયોગ કરી શકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.