- પુષ્પા 2ના પ્રીમીયર શોમાં થયેલ મહિલાના મૃત્યુના કેસમાં અલ્લુ અર્જુનને 14 દિવસ જેલમાં રહેવું પડશે
- અલ્લુ અર્જુનને 14 દિવસ જેલ
પુષ્પા 2 રિલીઝ થયા બાદ સતત ચર્ચામાં જોવા મળી છે. 4 ડિસેમ્બરે થયેલ ઘટનામાં મહિલાના મોતને લઇ અલ્લુ અર્જુન સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઇ પોલીસ આજરોજ અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી.
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 ફિલ્મની કમાણી કરતા અલ્લુ અર્જુનની ધરપકડના કારણે વધારે ચર્ચામાં જોવા મળી છે. તેમજ ફિલ્મના સ્ક્રિનીંગ દરમિયાન થયેલ ભાગદોડમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટનામાં આજે બપોરે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. ત્યારે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવતા તેના ચાહકો ચોંકી ઉઠ્યા હતા. જોકે સમગ્ર ઘટનામાં થયેલ ધરપકડને લઇ તેલંગણા હાઇકોર્ટ અલ્લુ અર્જુને 14 દિવસની જેલની સજા સંભળાવી છે.
તમામ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા
તેલુગુ સુપરસ્ટાર અને પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનને કોર્ટના આદેશ પર 14 દિવસ જેલઆ મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન તાજેતરમાં થયેલી સુનાવણીમાં કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. તેમજ અલ્લુ અર્જુનની સામે નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે અભિનેતા સહિત કુલ 7 લોકોની 2 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ રિપોર્ટ મુજબ તમામ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. તેમજ સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યું કે અભિનેતા પર લાગેલા આરોપો અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. આ સાથે જ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોર્ટે તેને 14 દિવસની જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
કેટલા લોકોની ધરપકડ કરાઇ
તેલંગાણા હાઈકોર્ટના જજ કોર્ટમાં અલ્લુ અર્જુન કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. તેમજ કોર્ટે સવાલ પૂછ્યો કે કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે સરકારી વકીલે રિમાન્ડ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, બચાવ પક્ષના વકીલે કોર્ટને જાણ કરી કે તેમને આજે ટેલિફોનિક સૂચનાઓ મળી છે. તેમાં જણાવ્યું હતું કે આરોપી અભિનેતા અલ્લુ અર્જુનને પણ રિમાન્ડમાં લેવામાં આવ્યો છે.