પ્રયોગ સફળ જશે તો ખાનગી ટર્મિનલ ઉપર પેસેન્જર ટ્રેન દોડાવાની મંજૂરી અપાય તેવી શકયતા
સરકાર રેલવેનાં કોમર્શિયલાઈઝેશન તરફ વધુ એક ડગલુ આગળ વધી છે. હવે કંપનીઓ પોતાના ટર્મિનલમાં માલગાડીઓ દોડાવી શકશે આ પ્રયોગ સફળ જશે તો ભવિષ્યમાં પેસેન્જર ટ્રેન પણ ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવે તેવી શકયતા છે. સ્ટીલ, ઓટો, લોજીસ્ટીક કેમીકલ્સ અને ખાતરનાં ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલી કંપનીઓ રેલવેના આ નિર્ણયનો ભરપૂર લાભ ઉઠાવશે ખાનગી ટર્મીનલ્સના માધ્યમથી રેલવેની લોડીંગ કેપેસીટીમાં ૨૦૦-૨૫૦ લાખ ટનનો વધારો થશે કંપનીઓ પોતાના ટર્મિના સ્થાપી ટ્રેન દોડાવી શકશે.
ટાટા સ્ટીલ, અદાણી, એગ્રો, કીભકો સહિતની કંપનીઓ પાસે પોતાના ટર્મીનલ છે ગત વર્ષે જ રેલવે દ્વારા ૫૫ ખાનગી ફાઈટ ટર્મીનલને મંજૂરી આપવામાં આવી હતી જેનાથી ૫૦૦૦ કરોડનું મૂડી રોકાણ મળવાની શકયતા હતી.