મેડિકલ સ્ટોરને રાત્રે ૮ સુધી ચાલુ રાખવાની રજા આપો

એડવોકેટ ચતવાણીની સરકાર સમક્ષ માંગ

સમગ્ર રાજયની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં માત્ર ૩ ટકા જ કોરોનાના કેસ હોવાથી તમામ દુકાનોને સાંજે ૭ વાગ્યા સુધી તથા મેડિકલ સ્ટોરને રાત્રીના ૮ વાગ્યા સુધી ચાલુ રાખવા માંગણી ઉઠી રહી છે.

આરએમસીના પૂર્વ શોપ ઇન્સ્ટપેકટર અને એડવોકેટ દીલીપ ચંતવાણીએ માંગણી કરી જણાવ્યુ છે કે અત્યાર સુધીમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેસ અલગ કરવામાં આવે તો ગુજરાતનાં ૧૩૬૬૯ કેસ અને સૌરાષ્ટ્રના કચ્છ ફકત અત્યાર સુધીમાં કુલ ૪૮૧ કેસ જ છે. તેથી સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ કેસના ૩ ટકા કેસ જ હોવાથી તેમજ લોકડાઉન-૪ને એક સપ્તાહ થઇ ગયુ છે. સરકારે આપેલી આટલી છૂટછાટ પછી પણ કેસ કંટ્રોલમાં છે. ત્યારે હવે સામાન્ય લોકોને મધ્યમ વર્ગ એવા વેપારીઓને વધુ ૩ કલાકની વેપાર કરવાની છૂટ આપવી જોઇએ તેમ દિલિપ ચતવાણી જણવે છે.

સંવેદશીલ મુખ્ય પ્રધાનની કોરોના સામેની કાર્યવાહી અને સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની શિસ્ત ઘરમાં રહો સ્વસ્થ રહોના નારા સાથે આર્યુવેદ પધ્ધતિ પ્રમાણેની જીવન શૈલી દવા અને ખોરાકના કારણે ગુજરાતનાં કુલ પોઝીટિવ કેસના ફકત ૩ ટકા કેસ જ સૌરાષ્ટ્ર કચ્છમાં થાય છે જેમાં ૫૦ ટકા છે. સાજા થઇને ઘેર ચાલ્યા ગયા છે. તેથી સરકારે જે આંશિક છૂટ આપી છે. તેમાં હજુ થોડી છૂટ આપીને સૌરાષ્ટ્ર કચ્છનામાં દુકાનો સાંજે સાત સુધી ખુલ્લી રાખવા દેવી જોઇએ જેથસ ૬૬ દિવસની આર્થિક બેહાલી માંથી વેપારીઓ બહાર આવે અને ગરીબ રોજમદાર લોકો રિક્ષા વાળા, રેકડી વાળા, મજૂરોની રોજી ચાલુ થાય.

જેટલા ગામડા અને તાલુકાના હાટ બજાર છે ત્યાં ૮થી૪ ફકત પોતાનો વેપાર જ કરી શકે છે પોતાનો વેપાર કર્યા પછી તેઓને ગામડાઓને તાલુકામાં અને તાલુકાઓને શહેરમાં ખરીદી માટે જવું હોય પણ તાલુકા અને શહેરમાં ૪ વાગ્યે દુકાનો બંધ થઇ ગઇ હોય છે તેથી માલની ખૂબ જ અછત ઊભી થાય છે. તેથી કાળા બજારને પ્રોત્સાહન મળે છે.

ગરમીમાં બપોરે ૨થી ૪ હિટવેવ હોય છે તેથી ગામડા માંથી કે તાલુકામાંથી શહેરમાં ખરીદી કરવા જઇ શકતા નથી અને સવારે ખરીદીમાં જાય તો શહેરમાં એટલી ભીડ હોય છે કે પૂરે પૂરે ખરીદી થઇ શકતી નથી અને સોશ્યિલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી તેથી સાંજે સાત સુધી દુકાનો ખૂલ્લી રાખવા દેવામાં આવે તો ભીડ ન થાય એ લોકો નિરાંતે ખરીદી કરી શકે અને કફયું પહેલા પોતાના ગામ કે વિસ્તારમાં જઇ શકે મેડિકલ સ્ટોર સાંજે  સાત વાગ્યે બંધ થઇ જાય છે. અથવા પોલિસ કફર્યુ ના કારણે બંધ કરાવે છે પરંતુ સરકારની અપીલથી દરેક વિસ્તારમાં ડોકટરોના કિલિનિક ૮:૩૦થી ૯ સુધી ચાલુ રાખવા પડે છે કારણ કે અત્યારે સામાન્ય રોગના દર્દીઓ વધારે છે તો આ દર્દીઓને સાંજે સાત પછી દવા લેવી હોય તો ૨૪ કલાકના મેડિકલ સ્ટોર હોય ત્યાં જવું પડે છે જે મુખ્ય બજારમાં હોય છે ત્યાં સુધી જવામાં અથવા  દવા લઇને આવવામાં તેઓને અમલનો સામનો કરવો પડે છે અને પોલિસના આક્રોશનો ભોગ બનવું પડે છે.

તેમજ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ખરીદી કરવા માટે જતા વેપારીઓ અને ખેડૂતો અને સેલસમેનને રાત વાસો કરવા માટે હોટલ ઉદ્યોગને પણ સોશિયલ ડિસ્ટનસ શરત છૂટ આપવી જોઇએ જેથી ખરીદી કરનારને આશરો મળી અને પ્રવાસનો પ્રોત્સાહન મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.