નોટ જમા નથી કરાવી શક્યા તેમને કોઈ વિન્ડો કેમ આપવામાં આવતી નથી? સરકારને સુપ્રીમનો સવાલ
કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી પર પ્રતિબંધ મૂક્યા પછી પણ ઘણી વખત જૂની નોટો જમા કરાવવાનો મોકો આપવામાં આવ્યો હતો. તેમ છતાં ઘણાં લોકો તે જૂની નોટો જમાવી કરાવી શક્યા નહતા. આ વિશે હવે સુપ્રીમમાં સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈને ઘણાં પ્રશ્નો પૂછ્યા છે. કેન્દ્રએ સુપ્રીમને કહ્યું છે કે, તેઓ આ વિશે એક એફિડેવિટ જમા કરાવશે. આ કેસની આગામી સુનાવણી ૧૮ જુલાઈએ રાખવામાં આવી છે. સુપ્રીમે પોતાની સુનાવણીમાં કહ્યું છે કે, જો યોગ્ય કારણ હોવા છતાં લોકોને જૂની નોટો જમા લેવામાં ન આવે તો તે એક ગંભીર બાબત છે.
નોંધનીય છે કે, એક મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે તેઓ નોટબંધી સમયે તે હોસ્પિટલમાં હતી અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. તેી તે યોગ્ય સમયે જૂની નોટ જમા કરાવી શકી ની. તે સિવાય પણ અન્ય અરજીઓ છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ કોઈને કોઈ મજબૂરીના કારણે જૂની નોટો જમા કરાવી શક્યા ની. કોર્ટ આ અરજીની સુનાવણી કરી રહી છે.
જે લોકો નોટબંધી દરમિયાન આપવામાં આવેલા સમયમાં નોટ જમા ની કરાવી શક્યા તેમને કોઈ વિન્ડો કેમ આપવામાં આવતી ની? જે લોકો સાચા કારણી બેન્કમાં જૂની નોટ જમા ની કરી શક્યા તેમની સંપત્તિ સરકાર આ પ્રમાણે ન છીનવી શકે. જે લોકો પાસે સાચું કારણ હોય તેમની જૂની નોટ જમા કરવાનો મોકો આપવો જોઈએ. જો આ મોકો આપવામાં નહીં આવે તો તે એક ગંભીર મુદ્દો છે. સીજીઆઇ ખેરે જણાવ્યું કે, જો કોઈ જેલમાં હોય તો તે કેવી રીતે પૈસા જમા કરાવે. સરકારે આવા લોકોને કોઈને કોઈ જગ્યાએ એક વિન્ડો આપવી જોઈએ. સરકારે તે માટે બે સપ્તાહનો સમય માગ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આરબીઆઈએ તે નક્કી કરવું પડશે કે તે કેસ ટુ કેસના આધારે જૂની નોટ જમા કરશે કે નહીં.
આ પહેલા ૨૧ માર્ચે કોર્ટે કહ્યું હતું કે, જે લોકો ૩૦ ડિસેમ્બર સુધી જૂની નોટ જમા કરાવી શક્યા ની તેમને એક વિન્ડો આપવી જોઈએ. જૂની નોટ જમા કરાવવાની છેલ્લી મુદ્ત ૮ નવેમ્બરી ૩૦ ડિસેમ્બર સુધીની રાખવામાં આવી હતી.