ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સતત બીજી વખત પદ અને ગોપનિયતાના શપથ લીધાં હતાં. તેઓની સાથે આઠ કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના બે મંત્રીઓ અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધાં હતાં. 17 સભ્યોના મંત્રી મંડળમાં સૌથી આશ્ર્ચર્યની વાતએ છે કે એક માત્ર મહિલા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે શપથવિધિ પૂર્ણ થયા બાદ આજે નવી સરકારની કેબીનેટની બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે.ગુજરાત સરકારમાં રાજકોટ શહેરનું વજન વધ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે ભાનુબેન બાબરીયાને સોંપાયો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સોપવામાં આવ્યો છે.
ભુપેન્દ્ર પટેલ – મહેસુલ, શહેરી વિકાસ, પોલીસ હાઉસિંગ અને યાત્રાધામ વિભાગ
કુંવરજી બાવળિયા – જળ સંપતિ અને અન્ન નાગરિક પુરવઠ
મુળુ બેરા – પ્રવાસન પર્યાવરણ વિભાગ
રાઘવજી પટેલ – કૃષિ, મત્સ્ય અને ગૃહ નિર્માણ વિભાગ
ઋષિકેશ પટેલ – આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગ
કુબેર ડિંડોર – શિક્ષણ અને આદિજાતિ વિભાગ
બળવંતસિંહ રાજપુત – ઉદ્યોગ વિભાગ
કનુ દેસાઈ- નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ
હર્ષ સંઘવી – ગૃહરાજ્યમંત્રી અને રમતગમત વિભાગ
જગદીશ પંચાલ – સહકાર અને મીઠા ઉદ્યોગ વિભાગ
પરસોતમ સોલંકી – મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગ
મુકેશ પટેલ – વન અને પર્યાવરણ, જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગ
બચુ ખાબડ – પંચાયત અને કૃષિ વિભાગ
પ્રફુલ્લ પાનસેરિયા – સંસદીય બાબતો અને ઉચ્ચ શિક્ષણ
કુંવરજી હળપતિ – આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર વિભાગ
ભિખુસિંહ પરમાર – અન્ન અને નાગરિક પુરવઠો , સામાજિક ન્યાય અને અધિકારીતા
નવા મંત્રી મંડળમાં રાજકોટ શહેર-જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનું જોરદાર વજન જોવા મળ્યું રહ્યું છે. કારણ કે રાજકોટ શહેરને એક, જિલ્લાને એક સહિત સૌરાષ્ટ્રના કુલ ચાર ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે એક ધારાસભ્યને રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.