ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા ૧૪માં નાણાપંચ યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે ગ્રાન્ટની ફાળવણી કરાય છે: ધનસુખભાઈ ભંડેરી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજ્યોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યાં છે ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજ્જ બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓમાં સેનીટેશન/સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃતિ, વરસાદી પાણીના નિકાલ વ્યવસથા, રોડની જાળવણી, ફૂટપા, સ્ટ્રીટ લાઈટ, સ્મશાન ગૃહ, કબ્રસ્તાન, કોમ્યુનિટી એસેટની જાળવણી વગેરે જેવા કામો માટે રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓને ૧૪માં નાણાપંચ યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂ.૭૬૮.૮૭ કરોડની ગ્રાંટની ચૂકવણી કરવામાં આવી હતી. તેમ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું છે.
આ અંતર્ગત વધુ માહિતી આપવા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા રાજ્યમાં પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર અને પ્રગતિશીલ સરકારના મંત્ર સો અને સૌનો સાથ, સૌના વિકાસની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓની સાથે સાથે સુવિધાઓના કાર્યો વેગવંતા બનાવવામાં આવેલ છે ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને નાગરિકોના આરોગ્ય, પરિવહન, જાહેર સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા લોકોને પ્રામિક સુવિધાઓથી લઈ માળખાકીય અને આંતર માળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓને ૧૪માં નાણાપંચ યોજના અંતર્ગત બીજા હપ્તા પેટે વર્ષ ૨૦૧૯-૨૦ની રૂ.૭૬૮,૮૭,૦૦૦,૦૦/- (અંકે રૂપિયા સાતસો અણસઠ કરોડ સત્યાસી લાખ પુરા) બેઝીક ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતી.
જેમાં ૮ મહાનગરપાલિકાઓ જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ.૮૮.૮૯ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ.૭૦.૫૮ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ.૨૬.૯૦ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૨૧.૭૦ કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ.૧૧.૦૯ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ.૧૦.૯૦ કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ.૫.૫૬ કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.૫.૭૭ કરોડ સહિત કુલ રૂ.૨૪૧.૩૯ કરોડની ફાળવણી તેમજ ૧૬૨ નગરપાલિકાઓને રૂ.૫૨૭.૪૮ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ ગ્રાન્ટનો ઉપયોગ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા સેનીટેશન/સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃતિઓ જેમ કે સેપ્ટિક મેનેજમેન્ટ, સેવેઝ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વરસાદી પાણીની નિકાલ વ્યવસથા, રોડની જાળવણી, ફૂટપા, સ્ટ્રીટલાઈટ, સ્મશાન ગૃહ/કબ્રસ્તાન, કોમ્યુનિટી એસેટની જાળવણી જેવા પ્રામિક, માળખાકિય તેમજ આંતર માળખાકિય કામો માટે કરી શકાશે.
ત્યારે અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના માધ્યમથી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસ માટે નાણાપંચ દ્વારા માતબર રકમમાં ગ્રાન્ટ ફાળવી રાજ્ય સરકારે સ્વર્ણીમ સિધ્ધીઓ હાંસલ કરવાનો પ્રયાસ કરેલ છે. ત્યારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસકામો ઝડપી પૂર્ણ થાય તેની જવાબદારી જનપ્રતિનિધિ તરીકે આપણી સૌની બને છે. ત્યારે ગુજરાતની નગરપાલિકાઓને સમૃધ્ધ બનાવી ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવાની ભાજપા સરકારની નેમ છે.