જસદણમાં આગામી તા.૩ ના રોજ ૩૦ જેટલ ગરીબ જરુરીયાત મંદ પરિવારોને પોતાનું મકાનએ પણ વિનામૂલ્યે આદમજીભાઇ બાલુભાઇ મેમણ ટ્રસ્ટ દ્વારા મળશે આ અંગે મકાન વગરના ૩૦ પરિવારોના જીવનમાં અજવાળુ પથરાશે આજે સામાન્ય રીતે એવા હજારો પરિવારોને પોતાનું કહી શકાય. એવું કોઇ મકાન હોવાથી અનેક પ્રકારની મુસીબતોમાં પસાર થવું પડતું હોય છે અને સરકાર યોજનામાં પસાર થવું પડતું હોય છે. અને સરકારી યોજનામાં તો નેવાના પાણી મોભે ચઢાવવા જેવા ઘાટ સર્જાય છે.
ત્યારે જસદણમાં ૩૦ પરિવારોને ફલેટો મળવા જઇ રહ્યા છે. આ અંગે હાજી જીકરભાઇ લોહીયાએ જણાવ્યું છે કે અમારા ટ્રસ્ટેએ લાંબા સમયથી થોડા થોડા પૈસા ભેગા કરી ગરીબોને મદદ મળે તે સ્વપ્ન સાકાર કર્યુ. તેનો અમને રાજીપો છે. આ ફલેટોની ફાળવણી અને ઉદધાટન આગામી તા.૩ રવિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે રાબિયાબેન ગફારભાઇ નાગાણી ઉદધાટન કરી ખુલ્લા મુકશે.
આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશન અને જસદણ મેમણ જમાતના તમામ સભ્યો ખાસ ઉ૫સ્થિત રહેશે. આ અંગે લોહીયા પરિવાર અને મામા ગ્રુપ ભાવનગરને તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.