3331 કંટ્રોલીંગ યુનિટ, 3331 બેલેટ યુનિટ અને 3677 વીવીપેટ ચૂંટણી વિધાનસભા બેઠકોના અધિકારીઓને સોંપાયા: 517 બેલેટ યુનિટ અને 517 કંટ્રોલ યુનિટ રીઝર્વ રાખવામાં આવ્યા
રાજકોટ જીલ્લાની 8 વિધાનસભા બેઠકો માટે 3331 કંટ્રોલીંગ યુનિટ, 3331 બેલેટ યુનિટની અને 3677 વિવીપેટની ફાળવણી કરવામા આવી હતી. આ ઉપરાંત 517 બેલેટ યુનિટ અને 517 કંટ્રોલ યુનિટ રીઝર્વ રાખવામાં આવ્યા હતા. આ તમામ સાધન સામગ્રી આઠેય વિધાનસભાની બેઠકના ચૂંટણી અધિકારીઓને ફાળવવામાં આવી હતા.
જેમાં વિધાનસભા બેઠક વાઇઝ જોઈએ તો 68 રાજકોટ પૂર્વને 397 સીયું અને બીયું તથા 441 વિવિપેટ, 69 રાજકોટ પશ્ચિમને 445 બીયું અને સીયું તથા 503 વિવિપેટ, 70 રાજકોટ દક્ષિણને 337 બીયુ અને સીયું તથા 373 વિવિપેટ, 71 રાજકોટ ગ્રામ્યને 561 બીયુ અને સીયું તથા 620 વિવિપેટ, 72 જસદણને 385 બીયુ અને સીયું તથા 425 વિવિપેટ, 73 ગોંડલને 349 બીયું અને સીયું તથા 384 વિવિપેટ, 74 જેતપુરને 444 બીયું અને સીયું તથા 488 વિવિપેટ, 75 ધોરાજીને 403 બિયુ અને સીયું તથા 443 વિવિપેટ મળી કુલ આઠેય બેઠકો માટે 3331 બીયું અને સીયું સામે 3677 વિવિપેટ ફાળવવામાં આવ્યા છે.