ગત વર્ષ કરતા 3.4 ટકાનો વધારો : કુલ બજેટમાં તેનો હિસ્સો 8 ટકા : સરક્ષણમાં નવી ડીપ-ટેક ટેકનોલોજી લાવવામાંની પણ જાહેરાત

વચગાળાના બજેટમાં ડિફેન્સ પર ફોક્સ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંરક્ષણ પર કહ્યું, અમે નવી ડીપ-ટેક ટેકનોલોજી લાવવામાં આવશે. આત્મનિર્ભરતાને આગળ વધારશે. વર્ષ 2023-24 માટે સંરક્ષણ બજેટ 6.02 લાખ કરોડ રૂપિયા હતું.

આ વખતે તે વધીને 6.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ છે. એટલે કે 3.4 ટકાનો વધારો થયો છે.

 નાણાકીય વર્ષ 2024-25ના વચગાળાના બજેટમાં સંરક્ષણને સૌથી વધુ ફાળવણી મળી છે. કુલ બજેટમાં તેનો હિસ્સો 8% છે.

સીતારમણે સંરક્ષણ માટે બજેટની જાહેરાત કરી છે. સરકારની રચના બાદ રજૂ થનારા બજેટમાં વિગતવાર માહિતી આવશે. વર્ષ 2023-24 માટે સંરક્ષણ બજેટ 6.02 લાખ કરોડ રૂપિયા હતું. જે ગત નાણાકીય વર્ષ કરતાં 13 ટકા વધુ હતું. આ વખતે તે વધીને 6.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે કે 3.4 ટકાનો વધારો થયો છે.

સંરક્ષણ બજેટમાં આત્મનિર્ભરતાની પણ વાત કરવામાં આવી હતી. એટલે કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દેશની સુરક્ષામાં ઉપયોગમાં લેવાતા તમામ હથિયારો, ટેક્નોલોજી અને સાધનો દેશમાં જ બને. ઓછામાં ઓછું આયાત કરવી પડશે. બને તેટલી નિકાસ કરવા પર ફોક્સ કરવામાં આવશે. ગયા વર્ષે જ દેશનું સંરક્ષણ ઉત્પાદન 1 લાખ કરોડ રૂપિયા હતું.

હવે આવી સ્થિતિમાં બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાત ખૂબ જ મહત્વ ધરાવે છે.ગ્લોબલ ફાયરપાવર મિલિટરી રેન્કિંગ 2024માં ભારતને ચોથું સ્થાન મળ્યું છે.

એટલે કે ભારત વિશ્વમાં ચોથા નંબરની સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવે છે. ભારત આ મામલે ઈંગ્લેન્ડ અને જાપાન જેવા વિકસિત દેશો કરતા આગળ છે. પરંતુ તેઓ ચીનથી પાછળ છે. ચીન ત્રીજી સૌથી મોટી સૈન્ય શક્તિ છે. છેલ્લા દસ વર્ષમાં ભારતે સંરક્ષણ બાબતોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.

ભારત પાસે કુલ 51.37 લાખ સૈનિકો

ભારત પાસે 51.37 લાખ સૈનિકો છે. ભારત પાસે કુલ 2210 એરક્રાફ્ટ છે. નેવી પાસે 4614 ટેન્ક અને 295 જહાજોનો કાફલો છે. આ વખતે ધ્યાન ડિજિટલ, આધુનિક અને સ્વદેશીકરણ પર છે. જે વધારો કરવામાં આવ્યો છે તે સૈન્ય, સંસાધન ફાળવણી અને આધુનિકરણને લગતા અનેક સોદાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. અગાઉની સરખામણીએ સંરક્ષણ બજેટમાં 3.4 ટકાનો વધારો થયો છે. જેમાં સેનાને સતત અપગ્રેડ કરવી પડશે. રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પૈસા લગાવવા પડશે. આ સિવાય સ્થાનિક અને વિદેશી સંરક્ષણ ઉદ્યોગો સાથે નવા કરાર કરવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.