સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના નવા કેન્દ્રનું સર્મન કરવા માટે પુરેપુરી રીતે પ્રતિબંધ છે. જમ્મુ-કાશ્મીર માટે ૨૦૨૦-૨૧માં રૂા.૩૦૭૫૭ કરોડ રૂપિયા અને લદ્દાખ માટે ૫૯૫૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ભારતમાં ૨૦૨૨માં જી-૨૦ કોન્ફરન્સનું આયોજન કરશે. આ માટે ૧૦૦ કરોડ રૂપિયા સરકાર આપશે. ઉલ્લેખનીય છે કે, ૫ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી એકટ ૩૭૦ હટાવી દીધી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી એકટ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બન્ને કેન્દ્ર શાસીત પ્રદેશ બની ગયા છે. ત્યારબાદી દેશમાં રાજ્યોની સંખ્યા અત્યાર સુધી ૨૭ હતી તે ઘટી હવે ૨૮ થઈ ગઈ છે અને કેન્દ્ર શાસીત પ્રદેશ ૭ થી વધીને ૯ થઈ ગયા છે.
આ બદલાવની સૌથી મોટી અસર એ થઈ છે કે હવે જમ્મુ-કાશ્મીર અને દેશના બીજા રાજ્યોમાં કોઈ ફર્ક રહ્યો નથી. જમ્મુ-કાશ્મીરની જનતાને પણ હવે દેશના બીજા રાજ્યોની જેમ જ અધિકાર મળશે. ખાસ તો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો વિકાસ થાય તે માટે આજે નાણામંત્રી નિર્મલા સીતારમને ખાસ તો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.