યુનિવર્સિટીના જુના ભવનો, એન્ટ્રી ગેટ અને સ્ટેચ્યુને ચમકાવવા રંગરોગાનમાં લાખો પિયા નાંખશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઅઅઈના ઇન્સ્પેકશન આવી રહ્યું છે ત્યારે ગઅઅઈમાં નાક રાખવા યુનિવર્સિટી તમામ ભવનને ખિસ્સા ખર્ચી માટે ૯૦ હજાર રૂપિયા આપશે. ૫ વર્ષ સુધી સુસુપ્ત રહેતી યુનિવર્સિટી હવે નેકના મૂલ્યાંકનને ૨ માસ બાકી હોય ત્યારે સફાળી જાગી છે. આ તો એવું થયું કે લગ્નમાં ખિસ્સા ખર્ચીના રૂપિયા આપી દે તેનો કોઈ હિસાબ હોતો નથી તેમ યુનિવર્સિટીમાં પણ તમામ ભવનને ખિસ્સા ખર્ચ આપશે જેનો કોઈ હિસાબ મળી શકે તેમ પણ લાગતું નથી.
છેલ્લા ૫ વર્ષમાં ભવનનો વિકાસ અને રંગ રોપણ માટે યુનિવર્સિટીએ કઈ ના કર્યું હોય એમ નેકના મુલ્યાંકન ટાંકણે જ સફાળી જાગી જાય છે ત્યારે જો યુનિવર્સિટીમાં નિરંતર જો આમ ને આમ પોતાના ભવનને સારૂ રાખે તો આવા ખિસ્સા ખર્ચીના રૂપિયા આપવાની નોબત ના આવે પરંતુ યુનિવર્સિટી પોતાનું નાક બચાવવા આવા દેખાવો કરી રહી છે જો મૂલ્યાંકન બાદ યુનિવર્સિટીમાં હતું એમ ને એમ જ ચાલશે.
મળતી માહિતી મુજબ ગઅઅઈની ટિમ ૧૬મી જાન્યુઆરી બાદ ઇન્સ્પેકશન માટે આવી રહી છે ત્યારે યુનિવર્સિટી પોતાનું નાક બચાવવા ભવનોને સજાવ ધજાવામાં લાગી ગઈ છે અને ભવનોમાં નાના મોટા ખર્ચા કરવા ભવન દીઠ ૯૦ હજાર રૂપિયા આપવાની છે.જેમાં તમામ ભવનનો નેકના મૂલ્યાંકન વખતે રંગોળી કરશે તેના કલર લેવા, નેકની ટીમનું સ્વાગત કરવા હાર તોરા લેવા, ભવનમાં કુંડા ઉછેરવા, ટીપાઈ કે ખુરશી ખરીદવા, ભવનમાં થયેલું નાનું મોટું નુકસાન ફરીથી સરખું કરાવવા અને અન્ય નાની
મોટી વસ્તુ લેવા અધધ…૯૦ હજાર ફાળવવામાં આવતા કેમ્પસમાં પણ આ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે.
ત્યારે યુનિવર્સિટીમાં ૫ વર્ષ પહેલાં થયેલા નેકના ગ્રેડિંગ વખતે ભવન દીઠ રૂપિયા ૨૫-૨૫ હજાર ફાળવ્યા હતા જો કે આ વખતે તેમાં સીધો રૂપિયા ૬૫ હજારનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ મુદ્દે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત નેકના મૂલ્યાંકનમાં ભવન દીઠ રૂ. ૨૫ હજાર ફાળવ્યા હતા આ વખતે મોંઘવારીને ધ્યાને લઇ તેમાં રૂપિયા ૬૫ હજારનો વધારો કરવામાં આવ્યો છે.
જો કે આ ૯૦ હજાર રૂપિયામાં વધેલા રૂપિયા યુનિવર્સિટીને પરત આપવાના રહેશે. અને આ તમામ રૂપિયા યુનિવર્સિટી પોતાના વિકાસ ફંડમાંથી ભવનને ફાળવશે. આ માટે યુનિવર્સિટીના કેટલાક ભવનના હેડે જણાવ્યું હતું કે, આ માટે યુનિવર્સિટી દ્વારા કોઈ જ પરિપત્ર અમને મળ્યો નથી અને મૌખિક જાણ પણ કરવામાં આવી નથી.