રાજયમાં 22 ટકા વસતી ધરાવતા બિન અનામત વર્ગ માટે રૂ.125 કરોડ ફાળવાયા તો ઓબીસી સમાજની વસતીનો 54 ટકા છે: મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષને પત્ર લખ્યો
ઓ.બી.સી. આગેવાન અને ગુજરાત રાજય પછાત વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભા.જ.પ. અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખી ઓ.બી.સી. સમાજના 5 % લોકો માટે રૂા .500 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવા બાબતે માંગ કરવામાં આવી છે. પત્રમાં નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે
ગુજરાત સરકારમા વર્લ્ડ પાટીદાર ફેડરેશન દ્વારા રજુઆત કરવામાં આવેલ તેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા નવુ રચવામાં આવેલ બિન અનામત વર્ગ આયોગને રૂપિયા 125 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે.
રાજ્યની અંદર આશરે 6.5 કરોડ જેવી જન સંખ્યા ધરાવતુ ખુબજ મોટું રાજ્ય છે ગુજરાતની અંદર દરેક સમાજના લોકો ખુબજ સહિષ્ણુતા મુજબ ભાઇચારાની ભાવનાથી રહે છે . જેમા આશરે 54 % વસ્તી ઓ.બી.સી. સમાજની આવેલી છે તેમજ આશરે 24 % વસ્તી એસ.સી.એસ.ટી સમાજની આવેલી છે તેમજ આશરે 22 % વસ્તી બીન અનામત વર્ગની આવેલી છે . તેમ કુલ મળીને 100 % વસ્તી થાય છે ગુજરાત રાજયની અંદર આવેલ સમગ્ર જ્ઞાતિ – જાતિ તેમજ વર્ગના લોકો વધારેમાં વધારે આ દેશની રાષ્ટ્રીયતાને વરેલા છે એટલે કે દરેક સમાજના લોકો પણ રાષ્ટ્રવાદી છે ત્યારે આપણી પણ નૈતિક પણે ફરો બને છે.
વસ્તી ધરાવતા બીનઅનામત વર્ગ આયોગ દ્વારા બીનઅનામત વર્ગના વિદ્યાર્થી દિકરા – દિકરીઓ તેમજ નબળા લોકોને ધંધા – રોજગાર માટે રૂપિયા 125 કરોડની ગ્રાન્ટ આપવામાં આવેલ છે જે ખુબજ સારી બાબત છે ત્યારે ઓ.બી.સી. સમાજની 54 % વસ્તીના વિદ્યાર્થી દિકરા – દિકરીઓ ને શૈક્ષણિક ઉત્થાન માટે તેમજ ઓ.બી.સી. સમાજના નાના વર્ગના લોકો કે જેઓ પોતેપણ નાના ધંધાઓ કરી શકે અને પગભર થવા માંગે છે જે લોકો પણ ગુજરાત રાજયનુ એક મોટું પરીબળ છે અને ભારતીય જનતા પાર્ટી એકાત્મ માનવ વાદને અનુસરીને જયા માનવી ત્યા સુવીધા તેમજ સર્વે સમાજના લોકો ને યોગ્ય પ્રતિનીધીત્વ મળે તે માટે આપણી સોની પણ જવાબદારીઓ છે તો ઓ.બી.સી. સમાજના લોકોને પણ ન્યાય મળે તે માટે થઇ અને ઓ.બી.સી. સમાજની વસ્તીઓને ધ્યાનમાં લઇ અને રૂપિયા 500 કરોડની ગ્રાન્ટ તુરંતજ મંજુર કરવી જોઇએ અને આ પૈસાનો યોગ્ય ઉપયોગ થાય અને યોગ્ય લોકો ને આ પૈસા મળે જેની પણ વ્યવસ્થાઓ કરવી જોઇએ બીન અનામત વર્ગ આયોગ અથવાતો પછાત વર્ગ વિકાસ નિગમ અથવા તો કોળી ઠાકોર વિકાસ નિગમ , ગોપાલક વિકાસ નિગમ , વિચર્તી અને વિમુત્ક જાતી તમેજ અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ વિગેરે નિગમોને પણ યોગ્ય ગ્રાન્ટ મળે તે આવશ્યક છે તેમજ ઉપરોકત ગ્રાન્ટ નિગમોને આપ્યા બાદ આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય દરેક સમાજના લોકોને જાણ થાય કે સરકાર શ્રી દ્વારા સમાજીક તેમજ શૈક્ષણિક આ પ્રકારની લોનો આપવામાં આવે છે જેની ખુબજ બહોળા પ્રમાણમા પ્રચાર પ્રસાર થાય તે પણ ખુબજ આવશ્યક છે.
હાલમાં ઉપરોકત દરેક નિગમો દ્વારા ઓફલાઇન ફોર્મ ભરવાની સંપૂર્ણ સેવાઓ બંધ કરવમાં આવેલ છે.
જયારે સરકારનો અભિગમ દરેક સમાજના લોકોને ઉપયોગી થવાનો હોય ત્યારે દરેક નિગમના અધિકારીઓને કડક તેમજ સ્પષ્ટ શબ્દોમાં પરીપત્રોકરી અને સુચનાઓ આપવાની આવશ્યકતા છે જેથી કરી અને ( 12 ) મહિના વિદ્યાર્થી દિકરા દિકરીઓ આમનો લાભ લઇ શકે આમાપણ એન.બી.સી. , એફ.ડી.સી. દિલ્હી સંસ્થા દ્વારા પણ નિગમોને લોન આપવામાં આવતી હોય છે .