મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમુહ લગ્નમાં હાજરી આપશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. ગ્રુપના પ્રમુખ રણજીતભાઈ ચાવડીયા, મહામંત્રી દીપક ભટ્ટ, વિશાલ માંડલીયા તથા ગ્રુપના માર્ગદર્શક અનિલભાઈ પારેખ, હેમુભાઈ ચૌહાણ, ભાઈચંદભાઈ કુંડલીયા, જયેન્દ્રભાઈ મહેતા, ઉમેશભાઈ ટાંક, કિરીટભાઈ ઘઘડા, સંદીપભાઈ ચાવડા, ભાગ્યેશ શાહ સહિતના અગ્રણીઓએ ‚બ‚ પ્રેસ મુલાકાત દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષની માફક આ વર્ષે પણ તા.૭/૫ રવિવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે શહેરના કરણપરા ચોક ખાતે વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા ૧૧ સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ આયોજનને શ્રી હરીચરણદાસજી બાપુએ ખાસ કરી આર્શીવચન પાઠવેલ છે. તેમજ આ કાર્યક્રમમાં ઠાકર મંદિર પાળની જગ્યાના મહંત ટીડા ભગત ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે. તેમજ આ કાર્યક્રમમાં પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ખાસ ઉપસ્થિત રહેશે. જેઓનું તાજેતરમાં જ રાજય સરકારે લીધેલ ગૌ હત્યા પ્રતિબંધના નિર્ણયને આવકારી વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા સાંજે ૭ કલાકે શીલ્ડ આપી ભવ્ય સન્માન કરવામાં આવશે. તેમજ આ સાથે આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા મુખ્ય મહેમાન તરીકે ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, અતિથિ વિશેષ તરીકે દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, દર્શીતાબેન શાહ, પુષ્કરભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, કશ્યપભાઈ શુકલ, નેહલભાઈ શુકલ, મહેશભાઈ રાઠોડ, વિક્રમભાઈ પુજારા, મીનાબેન પારેખ, અજયભાઈ પરમાર, હિરલબેન મહેતા, સુરેન્દ્રસિંહ વાળા, હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકર, જીતુભાઈ સેલારા તેમજ િકરીટભાઈ ગોહેલ ઉપસ્થિત રહેશે. તેમ ‘અબતક’ દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું.

આ અંતર્ગત વધુ માહિતી આપતા રણજીત ચાવડીયા, દીપક ભટ્ટ, વિશાલ માંડલીયાએ જણાવ્યું હતું કે આ સમુહ લગ્નમાં જોડાનાર ૧૧ દિકરીઓને વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા કરીયાવરમાં સોનાની ચુંક, ચાંદીના સાંકળા, પગના ચાંદીના વીછીયા, ચાંદીની ગાય, ચાંદીનો ઝુડો, ચાંદીનો કંદોરા સહિત ૧૦૦થી વધુ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જેમાં શહેરના નામાંકિત દાતાઓના સહયોગ સાંપડયો છે. તેમજ આ સમુહ લગ્નોત્સવમાં અંદાજે જાનપક્ષ, વરપક્ષ સહિત પાંચ હજારથી વધુ લોકો ભોજનનો પ્રસાદ લેશે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા આશાપુરા યુવક મંડળ, આશાપુરા ગરબી મંડળ, ત્રિમુર્તિ જાગરણ મંચ, મઢુલી ગરબી મંડળ, કોઠારીયા નાકા મિત્ર મંડળ, જય બાલાજી મિત્ર મંડળ, સાગર મિત્ર મંડળ, પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, જય રામનાથ મિત્ર મંડળ, નકલંક ધામ પાળ ગામ સહિતનાનો સહયોગ સાંપડી રહ્યો છે. રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ સુરક્ષા સેતુ દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે તેમજ મીડિયાની વ્યવસ્થા હરેશભાઈ જોષી તથા જયંતભાઈ ઠાકર સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.