૩૫ હોટલ-હોસ્પિટલોને ફાયર સેફટીની નોટીસ: એમ્પાયર ઇન,અશોક ગેસ્ટ હાઉસ બાબા ક્રિષ્ના પેલેસ સિટી પેલેસ સહિતની સહિતની હોટલોમાં ફાયરસેફ્ટીમાં ચાલતું લોલમલોલ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા આજે શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગો હોસ્પિટલો અને હોટલને ફાયર સેફટી અંગે નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં પુષ્કરધામ મેઇન રોડ પર પ્રદ્યુમન રોયલ હાઇટ્સ ની છ વીંગ્સ વ્રજ પરિક્રમા રાજધાની ટાવર સાધુવાસવાણી રોડ પર સીલ પણ ટાવર એ અને બી ભુપેન્દ્ર રોડ પર હોટલ આદિત્ય ઢેબર રોડ પર બપોરે ગેસ્ટ હાઉસ ભુપેન્દ્ર રોડ પર ઉપાસના હોટલ, કનક રોડ પર હોટેલ એમ્પાયર ઈન,ઢેબર રોડ પર અશોક ગેસ્ટ હાઉસ હોટલ ભાભા જયશ્રી ગેસ્ટ હાઉસ હોટલ મુરલીધર ગેસ્ટ હાઉસ જનકલ્યાણ સોસાયટી પાસે અક્ષત ઓર્થોપેડિક હોસ્પિટલ ગાયત્રી નગર મેઈન રોડ પર આસુતોષ હોસ્પિટલ ૮૦ ફુટ રોડ પર રૂપારેલીયા હોસ્પિટલ કુવાડવા રોડ પર સંજીવની હોસ્પિટલ જામનગર રોડ પર ઓમકાર હોસ્પિટલ ગાયત્રી ધામ નજીક કડીવાર હોસ્પિટલ રણછોડ નગર માં આનંદ હોસ્પિટલ યાગ્નિક રોડ પર સેન્ટોસા હોટલ ,કનક રોડ પર હોટલ ગોવર્ધન હોટેલ ક્રિષ્ના પેલેસ આશીર્વાદ હોટલ કરણપરા મા સિટી પેલેસ હોટલ કરણસિંહજી મેઇન રોડ પર શિવમ હોટલ, કરણપરામાં હોટલ ભક્તિ ભુતખાના ચોક માં આર હોટલ હોટલ તાજ પેલેસ પરેશ ગેસ્ટ હાઉસ અને વિનય ગેસ્ટ હાઉસને ફાયર સેફ્ટીના સાધનો ની પૂર્તતા અંગે નોટિસ આપવામાં આવી છે ગઈકાલે પણ શહેરમાં અલગ-અલગ ટ્યુશન ક્લાસીસ સહિતના ને નોટિસ આપવામાં આવી હતી.