ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ સતાધારી પક્ષ પર આક્ષેપ કરતા પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતુ
કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૫માં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય શહેરી આજીવીકા મિશન યોજનામાં ત્રણ વર્ષના ગાળામાં રાજકોટ શહેરમાં મ્યુ. કોર્પોરેશનમાં રહેલ શાસક ભારતીય જનતા પક્ષ દ્વારા આ યોજનામાં ત્રણ કરોડ પચાસ લાખ ઉપરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
તેવો આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ સમીતી દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું.
આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું કે, આ યોજન મુજબ જે તે માન્ય સંસ્થા કે ટ્રસ્ટને આ કામ સોંપવામાં આવે છે અને એક તાલીમાર્થીને તાલીમ આપી નોકરીએ ચઢાવવાના ૨૦,૦૦૦ રૂા પ્રતિ. તાલીમાર્થી સંસ્થાને ચુકવવાના હોય છે. આ આખી યોજના કોન્ટ્રાક બેઝ પર આઉટ સોસીંગ કરી નાખવામાં આવી છે. અને આ કોન્ટ્રાકટ કર્મીને રૂા ૧૦ હજારના માસીક વળતરથી નોકરીમા કામ ચલાઉ ધોરણે રાખવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં કુલ ૭૦ સંસ્થાને આ કામ સોંપવામં આવ્યું છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા તપાસ કરતા મોટાભાગની સંસ્થાઓ માત્ર કાગળ પર જ છે અને આ સંસ્થાના તાલીમ કેન્દ્ર પણ અસ્તીત્વમાં જ નથી. આ સંસ્થાઓમાંથી મોટાભાગની સંસ્થાએ કોઇ જ તાલીમ આપેલ નથી. કોર્પોરેશનમાં રજુ કરેલી યાદી નિમણુંક પત્ર, પગાર સ્લીપ બોગસ રજુ કરી પૈસા ચાઉ કરી જવાની પ્રવૃતિ કરી છે.
આ તાલીમ પછી યોગ્ય પરીક્ષાનું આયોજન પણ ઉપરોકત અધિકારીઓ કરેલ નથી. કાગળ ઉપર ટ્રેનીંગ લેવા વાળો એક પણ તાલીમાર્થી નાપાસ થયેલ નથી.
વધુમાં ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું કે મારી હોસ્પિટલ મધુરમમાં પણ તાલીમાર્થીઓએ તાલીમ લીધી હોવાનું જણાવાયું હતુ જોકે વાત સાવ હંબગ છે.
મહત્વનું છે કે આ કોન્ફરન્સમાં કોંગ્રેસના કોર્પોરેટરમાં સક્રીય આગેવાનો ઉ૫સ્થિત રહ્યા ન હતા. જેથી કોંગી વર્તુળોમાં એવું ચર્ચાઇ રહ્યું હતું કે આ આગેવાનો એ ભાજપ સાથે મળી ફુલડીમાં ગોળ ભાંગી લીધો હતો તેમના બદલે અન્ય કોંગ્રેસ નેતાઓને આ કૌભાંડ ખુલ્લા કરવા પડે છે.