માણાવદર સમાચાર
માણાવદર તાલુકાના સમેગા ગામના એક દિવ્યાંગ વ્યક્તિને ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ઓફિસની બહાર કાઢી મૂક્યાના મામલતદાર સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સમેગા ગામના રહીશ અને દિવ્યાંગ વ્યક્તિ એવા વજશીભાઈ મારુએ તેમની વડીલો પારજિત મિલકત બાબતે મામલતદાર સમક્ષ અરજ અહેવાલ કરેલ. વર્ષ 2022 ની આ અરજી બાબતે તેઓ જ્યારે ગતરોજ તારીખ 17 ના રોજ એ અધિકારી સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે તેમણે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
વધુમાં વજશીભાઈ જણાવતા કહ્યું હતું કે પોલીસ સ્ટેશન ફોન કરી પોલીસ બોલાવવાની ધમકી આપી કચેરીની બહાર કાઢી મૂક્યાનો આક્ષેપ કર્યો છે. આ અધિકારીએ આવું વર્તન કરતા તેઓને ખૂબ જ લાગી આવ્યું છે જેથી આ ઘટનાની તપાસ કરી એ અધિકારી સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે આ વ્યક્તિએ અગામી તારીખ 24 ના રોજ બપોરના એક થી ચાર કલાક દરમિયાન મામલતદાર કચેરીની આસપાસ આત્મવિલોપન કરીશ એવું અરજીમાં જણાવ્યું છે. આ બાબતની જાણ માણાવદરના ધારાસભ્યને કરતા તેઓ પણ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને આ બાબતની તપાસ કરી એ અધિકારી સામે પગલાં ભરવા માંગણી કરી છે.