કથિત ભ્રષ્ટાચાર વાળા કામોના બિલ કે સિક્યુરિટી ડિપોઝિટ સહિતની કોઈપણ રકમના બિલો અટકાવવા આદેશ
એક વર્ષમાં બનેલા રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર બાબતે પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલક ઇજનેરે જવાબદારોને ફટકારી નોટિસ
જસદણ નગરપાલિકા માં એક વર્ષમાં બનેલા નવા રોડ રસ્તા માં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલક ઇજનેરે જવાબદારોને નોટિસ ફટકાતા તંત્રમાં દોડધામ નથી જવા પામી છે રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસને નગરપાલિકામાં થયેલ અતિ હલકી ગુણવત્તાવાળા કામો અંગે કારણ દર્શક નોટિસ ફટકારી છે જેમાં જણાવ્યું છે કે આ કારણ દર્શક નોટિસ થી જણાવવામાં આવે છે કે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના પત્રમાં દર્શાવ્યા મુજબ વોર્ડ નંબર 2 માં વિછીયા રોડનું કામ આસોપાલવ પાન થી બાયપાસ સુધી રસ્તા નું કામ અતિ નબળું, ડીવાઈડ અને નબળી કામગીરીશ્વર જીલેશ્વર પાર્ક ની અંદર નાખેલ પેવર બ્લોક આનંદધામ સોસાયટી શિવ મંદિરનો રોડ અરવિંદભાઈ પ્રજાપતિ વાળી શેરી માં બનાવેલ રોડ હલકી ગુણવત્તા વાળું હોવાની ફરિયાદ છે અને અન્ય પત્રમાં જુદા જુદા વિકાસના કામો જેવા કે વેરિંગ કોર્ટ બોક્સ સાથે આરસીસી રોડની કામગીરીઓ જે જુદી જુદી એજન્સીઓએ કરેલ છે તેમાં પણ સ્થળ પર રૂબરૂ મુલાકાત લેવામાં આવતા ગુણવત્તાનું પાલન ન થયું હોવાનું બહાર આવ્યું છે
ત્યારે નોટિસ થી ખાસ તાકીદ કરવામાં આવી છે કે ચીફ ઓફિસર કક્ષાએથી તમામ કામોની થયેલ છે તેમાં નબળી ગુણવત્તાવાળા કરવામાં આવેલ હોવાનું ક્યાંય બહાર આવ્યું હોય તો નોટિસ મળે િં થી પાંચમાં દિવસે અંગેનો અભિપ્રાય આપવા તાકીદ કરી છે અને કામ સાથે સંકળાયેલ તમામ એજન્સી ને બિલો અને સિક્યુરિટી ડિપોઝિટ પર્ફોર્મન્સ બોન્ડ અને ડિફેક્ટ વાઇબ્રિટીની ડિપોઝિટ રખમો હાલ અટકાવી દેવાના આદેશો આપવામાં આવમંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને પોતાના અભિપ્રાય સાથે સંપૂર્ણ રિપોર્ટ આપવા જસદણ નગરપાલિકા ચીફ ઓફિસર અશ્વિન વ્યાસને તાકીદ કરી છે
જો આ નોટિસ મુજબનો અમલ નહીં થાય અને કોઈ જવાબ નહીં મળે તો આ અંગે કોઈ જવાબ આપવા માંગતા નથી એવું માનીને તત્કાલીન ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ કામમાં કરેલ અને જોડાયેલ એજન્સીઓ દ્વારા પ્રસ્તાવના કામોમાં હલકી ગુણવત્તા હોય અને તેની સંપૂર્ણ તપાસ નો રિપોર્ટ આપવા જણાવાયું છે જસદણ નગરપાલિકા ને કારણ દર્શક નોટિસ મળતા નગરપાલિકા મેળામાં દોડધામ મચી ગઈ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે શું જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ ઇજનેર સહિતનાઓ દ્વારા કરવામાં આવેલા કામમાં જો ગેરીતી સાબિત થશે તો કસુર વારો ને સજા થશે કે અંતે ઘીના ઠામમાં ઘી પડી જશે તે આવનારો સમય જ બતાવશે.