કોંગ્રેસ સત્તાથી વિમૂખ થઈ બેબાકળી બની છે આક્ષેપો પાયા વિહોણા
સુરતમાં રીઝર્વેશન જમીન સંપાદન અને તેના વહીવટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા ગણાવી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે દુધનું દુધ અને પાણીનું પાણી કરી દેવા માટે જણાવ્યું હતુ કે, અર્જુન મોઢવાડીયા દ્વારા કરવામાંઆવેલા આક્ષેપો સત્યથી વેગડા છે. સત્તાથી વિમૂખ રહેલી કોંગ્રેસ બેબાકળી બનીને ખોટા આક્ષેપો કરે છે. સુરત અર્બનડેવલોપમેન્ટ ઓથોરીટી સુડાની જમીનમા રીઝર્વેશનના નામે ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો તદન પાયાવિહોણા છે. ઉલ્ટાનું અમે સુડાની જમીન બચાવીને તેનું રક્ષણ કર્યું છે.
વિજયભાઈએ જણાવ્યું હતુ કે મારા પ્રજા સાથેના સીધા સંબંધોને કારણે મારી પ્રતિષ્ઠા લોકપ્રિયતા પર પ્રહારો કરવા માટે 25 વર્ષથી સત્તાથી વેગળી રહેલી કોંગ્રેસ ખોટા આક્ષેપો કરે છે.
વિજયભાઈએ જણાવ્યું હતુકે 1986થી 2020 સુધી કોઈપણ ભ્રષ્ટાચાર થયો નથી જમીન રીઝર્વેશનની પ્રક્રિયામાં કયાં કોઈ ગેરરીતિ થઈ નથી તમામ પ્રક્રિયામાં કાયદાનું પાલન કરવામાં આવ્યું છે. વિજયભાઈએ રીઝર્વેશન જમીન અંગેની પ્રક્રિયા અને તવારીખ અંગે માહિતી આપતા જણાવ્યું હતુકે રીઝર્વેશન જમીનમાં તબકકાવાર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે.
18 વર્ષ જૂની રીઝર્વેશન સંપાદનના મામલામાં સુપ્રીમ કોર્ટે ભાવનગર યુનિ. સુગરમીલ, ગુજરાત યુનિ.ના મામલામાં જમીન સંપાદનનો હેતુ અને સમયઅવધીને લઈને મુળ માલીકને સોપવાનો આદેશ કર્યો હતો. 2012ની જોગવાઈમાં સત્તા મંડળની રીઝર્વેશન વગરની જમીનો અંગે નિર્ણય લેવાયો હતો. હું દસ્તાવેજોના આધારે વાત કરૂ છું. વિકાસને અવરોધ ન થાય તે રીતે રીઝર્વ ન હોય તેવી જમીનોનું મેનેજમેન્ટ કરવામાં કઈ ખોટુ નથી.સંપાદનની પ્રક્રિયા પણ ચોકસાઈ મુજબ જ થાય છે.
સત્તા મંડળ સામે અગાઉ 627 અરજીઓ મળી હતી જેમાં જુના રીઝર્વેશનની જમીનો અંગે દાદ માંગવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રીઝર્વેશન જમીનમાં ભ્રષ્ટાચારને પાયાવિહોણા અને સત્તાથી વિમૂખ કોંગ્રેસની નિરાશાની ઉપજ ગણાવી રીઝર્વેશનની જમીનમનાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી અને સુડાની જમીનોનું સરકાર રક્ષણ કર્યું હોવાનું જણાવ્યું હતુ.