દિલ્હીમાં ૯ આતંકીઓ ઘૂસ્યા જેમાં ૩ મહિલા બોમ્બરનો સમાવેશ: આઈબીનો રિપોર્ટ
દેશની રાજધાની નવી દિલ્હીમાં આજરોજ એજન્સી પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ૯ની સંખ્યામાં આતંકીઓ ઘૂસ્યા છે. જેમાં ત્રણ મહિલાનો સમાવેશ છે. તેમના નિશાના પર દિલ્હી પાર્લામેન્ટ હાઉસ હોવાનું જાણવા મળ્યા બાદ દિલ્હી સહિત આસપાસના શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
આ અંગે આઈબીના રીપોર્ટ મુજબ વધુ માહિતી અંતર્ગત આ ૯ સંદિગ્ધ આતંકીઓ દ્વારા આજથી ૩૦ તારીખ સુધી ૧૦ દિવસના ગાળામાં દિલ્હીની સરકારી ઓફીસો પર અને ખાસ કરીને પાર્લામેન્ટ હાઉસ પર હુમલો થઈ શકે છે. તેવી માહિ મળી છે. તેમજ આ આતંકીઓમાંથી ત્રણ મહિલાનો આત્મઘાતી હુમલા માટે ઉપયોગ થઈ શકે તેમ ચે. આ હુમલાને અંજામ આપવા માટે એક આતંકી જૂથ બસ મારફતે હૂમલો કરી શકે તેમ છે. તેમજ આતંકી ઘટના માટે સરકારી વાહનોનો પણ ઉપયોગ કરી શકે તેમ ચેતવણી આપવામાં આવી છે.
આઈબીના સૂત્રો પાસેથી મળેલ ચેતવણી બાદ દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તેમજ શહેરના જૂદા જૂદા વિસ્તારોમાં જાહેર સ્થળો જેવા કે સીનેમા હોલ, મોલ્સ તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ પર જૂદી જૂદી પોલીસ ટુકડીઓક મોકલીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ દિલ્હીના આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. તેમજ આતંકીઓના હૂમલાને રોકવાના સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યા છે.