પોરબંદરની એમ.કે. ગાંધી સ્કૂલના એક વિકૃત માનસ ધરાવતા પ્રવાસી શિક્ષક સામે આક્ષોપોનો વરસાદ થયો છે. આજે ગુરૂ પૂણર્મિાના દિવસે જ આ શિક્ષાક સામે અનેક ફરિયાદો ઉઠી છે. આ શખ્સ નાની બાળાઓ સાથે વિકૃત હરકતો કરતો હોવાની વાલીઓની ફરિયાદના આધારે આચાર્યએ નોટીસ ફટકારી છે.
શિક્ષાકને સમાજનું મહત્વનું અંગ ગણવામાં આવે છે. આજે ગુરૂ પૂણર્મિાનો પાવન દિવસ છે. આજના દિવસે દરેક શિક્ષાક એટલે કે ગુરૂઓનું પૂજન થતું હોય છે. પરંતુ કેટલાક કળીયુગી શિક્ષાકો ગુરૂ સમાજનું નામ બદનામ કરતા હોય છે. પોરબંદરમાં જ આવી એક ઘટના સામે આવી છે. જેમાં આજે ગુરૂ પૂણર્મિાના દિવસે વાલીઓએ વિકૃત માનસિકતા ધરાવનાર શિક્ષાકો સામે આક્ષોપો કરી રોષ વ્યકત કયર્ો છે. પોરબંદરમાં આવેલ એમ.કે. ગાંધી સ્કૂલ કે જે જિûા પંચાયત હસ્તક આવેલ છે. આ સ્કૂલમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. ત્યારે આ સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાથર્ીનીઓએ તેમના માતા-પિતાને શિક્ષાક અંગેની ફરિયાદ કરતા, આજે વિદ્યાથર્ીનીના વાલીઓ શાળા ખાતે દોડી આવ્યા હતા અને આચાર્યને જણાવ્યું હતું કે સ્કૂલના શિક્ષક પ્રેમકુમાર સુબોધ વાકાણી વિદ્યાથર્ીનીઓ સાથે ગેરવર્તન કરે છે. વિદ્યાથર્ીનીઓને જુદા-જુદા નામ પાડીને બોલાવે છે અને ગાલ પર ચીટલા ભરી, વાળની ચોટલીઓ ખેંચી વિકૃત હરકતો પણ કરે છે. શિક્ષક દ્વારા વિદ્યાથર્ીનીઓ સાથે આવી વિકૃત હરકત થતી હોવાના વાલીઓ દ્વારા આક્ષેપ થયા હતા અને વાલીઓ રોષે ભરાયા હતા.
પ્રવાસી શિક્ષક પ્રેમકુમાર સુબોધ વાકાણીએ બચાવ કરતા જણાવ્યું હતું કે આક્ષેપો ખોટા છે. વિદ્યાથર્ીઓ અને વિદ્યાથર્ીનીઓની મજાક આ શિક્ષાક કરતો હતો, પરંતુ કોઈ અડપલા કયર્ા નથી. વિદ્યાથર્ીનીઓ દ્વારા શું ફરિયાદ કરાઈ તે મને ખબર નથી. મજાક કરવામાં ગાલ ખેંચતો હતો. કોઈ ખરાબ ઈરાદો ન હોવાનું જણાવ્યું હતું. જો કે ગુજરાત ન્યૂઝ-પોરબંદરની ટીમના સવાલો સામે શિક્ષાકની બોલતી બંધ થઈ ગઈ હતી.
આ પ્રકારની ફરિયાદ ઉઠતા જ સ્કૂલના આચાર્ય દ્વારા તાકીદે પગલા લઈ વાલી ફરિયાદ કરવા આવે એ પહેલા જ શિક્ષકને ઠપકો આપી, નોટિસ ફટકારી આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે, સુપરવાઈઝર દ્વારા જાણ થતા જ રોજકામ કરી શિક્ષકને લેખિત નોટિસ આપી છે. શાળા દ્વારા આવું કૃત્ય ચાલવી લેવામાં ન આવે. એસ.એમ.સી. દ્વારા આ શિક્ષકને બરતરફ કરવામાં આવશે તે પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે તેમજ આ ફરિયાદ આચાર્ય સુધી મોડી પહોંચવા બદલ વર્ગ શિક્ષાકને પણ ફટકાર લગાડવામાં આવી હતી.
પોરબંદરની અંગ્રેળ માધ્યમની એક માત્ર્ા સરકારી શાળામાં સારા શિક્ષણના કારણે અનેક વિદ્યાથર્ીઓએ ખાનગી શાળાઓ છોડી આ શાળામાં પ્રવેશ લીધો છે, ત્યાર માત્ર એક શિક્ષકની હરકતોના કારણે સમગ્ર શાળાને બદનામ થવાનો વારો આવ્યો છે. એકતરફ આ શાળામાં પૂરતા શિક્ષાકો ન હોવાથી શિક્ષાણ કાર્ય ટલ્લે ચડી રહ્રાું છે, તેવા સમયે જ આ ઘટના બનતા એમ.કે. ગાંધી શાળા પર દાગ બેસી રહ્રાો છે..