અરજદારની બહેન સાથે પણ ગેરવર્તન કરતા પોલીસ સામે યુવાનની ન્યાયની લડત: પોલીસ કર્મીઓને ઉચ્ચ અધિકારીઓ છાવરતા હોવાની અદાલતમાં રાવ
પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસ કર્મીઓ જ જનતાઓ સાથે ગુંડાઓ જેવું વર્તન કરતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જેમાં કીર્તિ મંદિર પોલીસ મથકના કર્મચારીઓને અરજદાર સાથે જ આરોપી જેવું વર્તન કર્યાની ફરીયાદ નોંધાઇ છે. એટલું જ નહી પરંતુ અરજદારની બહેન સાથે પણ પોલીસે ગેરવર્તન કર્યાના આક્ષેપો ઉછવ્યા છે. જેમાં યુવાને ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ કર્મીને છાવરતા હોવાનું કોર્ટમાં જણાવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ એકાદ વર્ષ પહેલા ગાંધી ભૂમિ પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકમાં પ્રકાશભાઇ પાંચાભાઇ સોલંકી નામના યુવાનને તત્કાલીન પી.આઇ. અને હાલ ફરજ બજાવતા મુકેશ માવદીયા અને ભરત શિગરખીયા નામના પોલીસ કર્મચારીઓએ અરજદાર સાથે જ આરોપી જેવું વર્તન કરી માર મારી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે.
એટલું જ નહિ પરંતુ અરજદારની બહેનને પણ પોલીસે બિભત્સ ગાળો ભાંડી ગેરવર્તન કર્યાનું ફરીયાદમાં જાણવામાં આવ્યું છે.પ્રકાશભાઇ સોલંકીએ ગુજરાતી માનવ અધિકાર પંચમાં ફરીયાદમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વરા દેશી-વિદેશી દારૂ અને જુગારના હાટડા ચલાવવા માટે હપ્તખોરી પણ વસુલી રહ્યા છે. જેની સામે પગલા લેવાને બદલે ઉચ્ચ અધિકારીઓ આ પોલીસ કર્મચારીઓને છાવરી રહ્યા છે.
પ્રકાશભાઇ સોલંકી દ્વારા પંચમાં ફરીયાદ થયા બાદ પંચે જીલ્લા પોલીસવડા સમક્ષ નિવેદન આપવાનો હુકમ કર્યો હોવા છતાં પણ આ પોલીસ કર્મચારીઓ પોલીસ વડા સામે જવાબ ન આપતા હોવાની પણ રાવ ઉભી થઇ છે.
પોરબંદરમાં ન્યુયરની પાર્ટી છતાં કિર્તિ મંદિર પોલીસની કામગીરી નિષ્ફળ
પોરબંદરમાં ન્યુયરને લઈને અનેક સ્થળો પર પાર્ટી યોજાઈ હોવાની ચચર્ા જોવા મળે છે. જો કે પોલીસ અને ખાસ કરીને કીતર્મિંદિર પોલીસ દારૂની કામગીરીમાં નિષ્ફળ રહી હોય, તેવી ચર્ચા સમગ્ર શહેરમાં જોવા મળે છે.
31 ડિસેમ્બર એટલે પ્યાસીઓની પ્યાસ બુઝાવવાનો દિવસ. પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવાથી આ દિવસે તમામ જિલ્લાઓની પોલીસ સક્રિય બની કામગીરી કરતી હોય છે. ત્યારે આ વર્ષો પોરબંદર જિલ્લામાં પોલીસની કામગીરી નહીંવત હોય તેવી ચર્ચા સમગ્ર જિલ્લામાં જોવા મળે છે. ગઈકાલે ન્યુયરને લઈને પોરબંદર પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને કીતર્મિંદિર પોલીસ મથક દ્વારા લીકર ચેકિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્રાું હતું.
પોરબંદરવાસીઓને અનેક શખ્સો ડમડમ હાલતમાં ઝડપાશે તેવી આશા હતી, પરંતુ કીતર્મિંદિર પોલીસ મથકમાં માત્ર એક થી બે શખ્સોએ જ નશો કયર્ો હોય તેવું નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં સૌથી વધુ દારૂ પીવાતો અને દારૂ વેચાતો જો કોઈ વિસ્તાર હોય તો તે કીતર્મિંદિર પોલીસ મથકનો વિસ્તાર છે. તેમ છતાં ગઈકાલે ન્યુયરના દિવસે અહો આશ્ચર્ય જેવી સ્થિતિ સજર્ાઈ છે, ત્યારે આ પોલીસ મથકની કામગીરીને લઈને જિલ્લાભરમાંથી સવાલો ઉઠી રહ્રાા છે.
હાલ સવાલ એ પણ ઉઠી રહ્રાા છે કે ગુજરાત ન્યૂઝ-પોરબંદરમાં માત્ર કીતર્મિંદિર પોલીસ મથકના જ સમાચારો વધારે આવે છે, ત્યારે અમે દર્શકોને જણાવી દઈએ કે પોરબંદરની કોઈપણ પોલીસ કે પોલીસ મથક સામે પત્રકારોને કોઈ વ્યકિતગત વિરોધ હોતો નથી, પરંતુ આ પોલીસ મથક હેઠળ મોટાભાગે પછાત વિસ્તારો આવે છે અને તેના પરિણામે જ દારૂની બદીને પ્રોત્સાહન મળી રહ્રાું છે.
એટલું જ નહીં, પરંતુ અભણ લોકોને પોલીસ કોન્સ્ટેબલથી પણ ગભરાહટ થતી હોય છે, જેનો લાભ લઈ આ પોલીસ મથકના કહેવાતા જાંબાઝ જવાનો રોફ ઝાડતા હોવાની ચચર્ા પણ જોવા મળે છે, ત્યારે આવા લોકોને માત્ર ખૂલ્લા પાડવાના ઉદેશ્યથી ગુજરાત ન્યૂઝ-પોરબંદર કટિબધ્ધ બન્યું છે….
પોલીસ કર્મી સામે આક્ષેપ છતાં કાર્યવાહી કેમ નહિ? હાઇકોર્ટમાં ફરીયાદ
પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકના તત્કાલીન પી.આઇ. અને હાલ ફરજ પર રહેલા મુકેશ માવદીયા અને ભરત શિંગરખીયા સામે ગંભીર આક્ષેપો છતાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમ છતાં પ્રકાશભાઇ સોલંકીએ હાઇકોર્ટમાં ફરીયાદ દાખલ કરી છે. ગેરકાનુની ધંધામાં હપ્તા વસુલી છતાં પોલીસ સામે કાર્યવાહી ન થવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવા પોલીસ જવાનોને છાવરતા હોવાનું પણ જણાવ્યું છે. આ બાબતે હાઇકોર્ટ સુધી ફરીયાદ થઇ હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ ભેદી રીતે મૌન રાખતાં લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.