રાધેક્રિષ્ના સોસાયટી પર ભૂ માફીયાનો ફરી આતંક: ત્રણ ચાર વર્ષ ચાલતા વિવાદમાં પોલીસના મૌન સામે રહેવાસીઓનો આક્ષેપ
મોડી રાત્રે નામચીન ભરત ઉર્ફે ભુરાના સાગ્રીતો પથ્થરના ઘા ઝીંકી કરી તોડફોડ
અબતક, રાજકોટ
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા કરાયેલા અક્ષેપોને પગલે રાજકોટ શહેરનું વાતાવરણ ડહોળવાનું હિન પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં શહેરના યુનિ. રોડ પર આવેલ બીટી સવાણી હોસ્પિટલ નજીક રાધેકૃષ્ણ સુચિત સોસાયટી ખાલી કરવામાં માટે નામચીન શખ્સોએ સોપારી લીધાનું ખુલ્યું છે.જેમાં નામચીન શખ્સોના સાગ્રીતો દ્વારા મોડી રાત્રે સોસાયટીમાં દારૂ પીધેલી હાલમાં ધુસી છુટા પથ્થરના ઘા ઝીંકી માર મારી કર્યાનીની ઘટના પ્રકાશમાં આવી છે. જેમ)ં એક શખ્સ ગંભીર રીતે ઘવાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં મહિલા સહીત ત્રણ પણ ઘાયલ થયા છે.
આ બનાવને પગલ. ડીસીપી મનોહરસિંહ જાડેજા અને યુનિ. પોલીસ મથકનો સ્ટાફ દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.વધુ વિગત મુજબ શહેરના યુનિ. રોડ પર આવેલી બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ નજીક આવેલી રાધાકૃષ્ણ સુચિત સોસાયટી ભરેલ કબ્જે ભૂ માફીયા દ્વારા લેવામાં આવી હતી જેમાં કુલ 79 મકાનો ઉભા હતા જે પૈકી 18 મકાન ભૂમાફીયા દ્વારા સસ્તા ભાવે પડાવી લેવામાં આવ્યા હતા. બાદ ભરત ઉર્ફે ભુરો સોસા નામના નામચીન શખ્સ દ્વારા સોસાયટી ખાલી કરવાની સોપારી લીધાનું રહેવાસી દ્વારા કહેવામાં આવે છે.
ખાલી કરાવેલા મકાનમાં ભરત ઉર્ફે ભુરા દ્વારા પોતાના મળતીયાને રહેવા માટે આપી ત્યાં રહેતા લોકોને હેરાન પરેશાન કરતા હોવાની દોઢેક વર્ષ પહેલા ક્રાઇમ બ્રાંચમાં આ મામલે ફરીયાદ થઇ હતી.બાદ પોલીસ કમિશ્નર દ્વારા સોસાયટીના રહેવાસીઓને એસ.આર.પી. બંદોબસ્ત આપ્યો હતો પરંતુ ભુ માફીયા દ્વારા ખાખીના ખોફ વચ્ચે અવાર નવાર લખણ ઝળકાવતા હતા અને રહેવાસી ઓએ પોલીસને ફરીયાદ કરી હતી.બાદ ત્યાંના રહેવાસી ટસના મસ ન થતાં ભરત ઉર્ફે ભુરાના સાગ્રીતો ગત મોડી રાત્રે દારૂ પીધેલી હાલતમાં રાધે સોસાયટીમાં જઇ છુટા પથ્થરના ઘા ઝીંકી કારના કાચ તોડી નાખવા બાબતે સુચિત સોસાયટીના રહેવાસી સાથે બોલાચાલી થઇ હતી ત્યારે રહેવાસી મહિલાઓ સમજાવવા જતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચકયો હતો.
રવિ વાઢેર પિધેલી હાલતમ)ં ઉશ્કેરાય ને અવિનાશ ધુલેશિયાને ઇંટ વડે માર મારતા મોટી લુહાણ હાલતમાં બેભાન થયા હતા. તેને બચાવવા વચ્ચે પડેલા અમીતાબા બારડ, દિવ્યરાજસિંહ બારડ, અશોકસિંહ બારડ સહીતને ઇજા પહોંચતા સારવાર અર્થે દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાણ યુનિ. પોલીસ મથકના પી.આઇ. ચાવડા અને ડીસીપી ઝોન-1 મનોહરસિંહ સહીતનનો કાફલો દોડી ગયો હતો અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને બન્ને પક્ષો સામે કાર્યવાહી કરવાની હાથ ધરી છે.