દર્દીઓને વ્હીલચેરમાં ઓક્સિજન આપી રેઢા મુકી દેવાય છે
મોરબી જિલ્લામાં કોરોનાએ રિતસરનો કહેર મચાવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલ સહિતની તમામ હોસ્પિટલમાં હાઉસફુલ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલનો એક વિડિઓ વાયરલ થયો છે જેમાં હોસ્પિટલમાં વ્હાલા દવલાની નીતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને એવા આક્ષેપ કરાયા છે કે જેની કોઈ ઓળખાણ નથી નાના માણસો છે એમનું કોઈ ભાવ નથી પૂછતું અને જે પહોંચતા માણસો છે ઓળખાણ વાળા છે તેમને ડાયરેક્ટ કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે.
મોરબી સીવીલ હોસ્પિટલમાં દર્દીઓને વ્હીલ ચેરમાં વેન્ટિલેટર પર ઓક્સીજન આપી રેઢા મૂકી દેવામાં આવે છે. કોવિડ વિભાગમાં કોઈ ડોકટર પણ હાજર ન હોવાનું પણ જણાવ્યું છે. મોરબી સીવીલ હોસ્પિટલના મેડિકલ ઈન્ચાર્જ ઓફિસર ડોકટર સરડવા પણ બે દિવસથી હોસ્પિટલમાં ન આવતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે હોસ્પિટલ તંત્ર સામે અનેકો સવાલો ઉઠી રહ્યા છે.