ભરતીયા પુરાતત્વ સાર્વેક્ષણ વિભાગની ખારતી, સર્વેક્ષણ દરમિયાન સંકુલને નુકશાન નહિ થવા દેવામાં આવે.
જ્ઞાનવાપી મસ્જીદ ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે. આ વિવાદમાં હિંદુ મુસ્લિમ વિખવાદ પણ જોવા મળ્યો હતો. જ્ઞાનવાપી મસ્જીદમાં મુસ્લિમ પક્ષ દ્વારા સર્વેક્ષણ માટે સ્ટે લેવાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એ લોકોનું કહેવા હતું કે સર્વેક્ષણ દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદના માળખાને નુકશાન થવાની ભીતિ રહે છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દરમિયાન જ્ઞાન્વાપીને કોઈ જાતનું નુકશાન નહિ થાય તેવી ખાતરી આપતું એફિડેવિટ દાખલ કરી હતી. ત્યાર બાદ અલ્હાબાદ હાઈકોર્ટે એ એફીડેવીનો સ્વીકાર કરી સર્વે માટે મંજુરી આપી હતી.
અગાઉ ૨૧ જુલાઈ એ મુસ્લિમ પક્ષ દ્વારા આ બાબતે જીલ્લા અદાલતમાં અરજી કરી હતી જેના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અને જ્યાં સુધી નિર્ણય લેવાય ત્યાં સુધીના સમયમાં સ્રવેક્ષણ માટે સ્ટે આપ્યો હતો. હવે સર્વેની મંજુરી મળતા એ સ્ટે હટાવી લેવામાં આવશે.
જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણ માટે અત્યાધુનિક ટેકનોલોજી ઉપયોગમાં લેવાશે, તેવી નોંધ એફિડેવિટમાં પણ શામેલ કરવામાં આવી છે ત્યાર બાદ જ આ સર્વેને મંજુરી આપવામાં આવી છે.