સંપૂર્ણ કામકાજ ઠપ્પ થતા કરોડોના વ્યવહાર ખોરવાયા
એક કરોડ રૂપિયાના રોકડ વહીવટ પર ૨% ટીડીએસ લાગવાનો નિયમ આવ્યો હોય જેના વિરોધમાં ગોંડલ સિવાયના સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોએ આજથી બે દિવસ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. બધા જ યાર્ડમાં સ્થાનિક લેવલે વેપારીઓ તેમજ કમિશન એજન્ટોની મીટીંગ બોલાવ્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. બંધ ને પગલે માર્કેટીંગ યાર્ડનું સંપૂર્ણ કામકાજ બંધ રહેવા પામ્યું છે.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સોમવાર અને મંગળવાર અમે બે દિવસ બંધ પાળી આગામી શુ કરવું?, કયા પગલા લેવા તે મુદે આવતીકાલે ચર્ચા કરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ બંધમાં જોડાતા કરોડોના વ્યવહાર ઠપ્પ થવા પામ્યા છે. પાંચમી જુલાઈએ કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામે કલમ ૧૯૫ એન. ઉમેરીને આ જોગવાઈ દાખલ કરી કોઈ પણ વેપારી પોતાના બેંક ખાતામાંથી એક કરોડ કરતા વધુ રકમ ઉપાડે તો તેના ઉપર બે ટકા ટીડીએસ ચાર્જ લેવામા આવશે આના વિરોધમાં ઉપલેટા માર્કેટીંગ યાર્ડના તમામ વેપારીઓએ કાળા કાયદાનો વિરોધ નોંધાવેલ છે. એક વેપારી નામ ન આપવાની શરતે જણાવેલકે કપાસની એક ગાડી ખરીદી કિંમત ૫ થી ૬ લાખ રૂપીયા થાય છે. તો સીઝનની સરેરાશ ૧૦૦ ગામથી વધુ વેપાર થાય ત્યારે આમાં કોઈપણ વેપારી ટીડીએસમાંથી છટકી શકે નહિ આ વેપારી અને ખેડુતો માટે કાળ કાયદા સમાન છે અને આ કાયદાનો સખત વિરોધ નોંધાવીએ છીએ.