કુલપતિ, સિન્ડીકેટ સભ્યોને આભાર માનતા કર્મચારી પરિવારજનો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીની અધ્યક્ષતામાં યોજાએલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કર્મચારીઓ કે જે 30-35 વર્ષ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે અને ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામવાથી તેઓના પરિવારના સભ્યોને મુશ્કેલી ન પડે તે માટે ર0 લાખની સહાયનો નિર્ણય કરાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બિનશૈક્ષણીક કર્મચારી પરિવાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્ય કરતા કાયમી બિનશૈક્ષણીક કર્મચારીઓ ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામે તો તેઓના પરિવારજનોને નાણાંકીય સહાય ચૂકવવા માટે માન. કુલપતિને વિનંતી કરવામાં આવેલ હતી.
સિન્ડિકેટ મીટીંગમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા-વિચારણાને અંતે સર્વાનુમતે સિન્ડિકેટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી બિનશૈક્ષણીક કર્મચારીઓ ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામે તો તેઓના પરિવારજનોને રુ. 20 લાખની નાણાંકીય સહાય આપવાનો કર્મચારીલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.
કર્મચારી પરિવારના પ્રમુખ રણજીતસિંહ ચાવડા તથા મહામંત્રી જયભાઈ ટેવાણી એ જણાવ્યું હતું કે ચાલુ અવસાને મૃત્યુ પામેલ કર્મચારીઓને નાણાકીય સહાય એ કર્મચારીઓનો અધિકાર છે. સિન્ડિકેટ દ્વારા બિનશૈક્ષણીક કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બિનશૈક્ષણીક કર્મચારી પરિવારના હોદેદારો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી તથા સર્વે સિન્ડિકેટ સભ્યઓનો આભાર માનેલ છે. સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિ.ના કર્મચારીઓ એ યુનિ.ીના પાયાના પથ્થર સમાન છે. કોઈ પણ કર્મચારી 30 વર્ષ જેટલો બહોળો સમય પોતાની નિષ્ઠાપૂર્વક સેવાઓ બજાવતા હોય છે. કોઈ કર્મચારી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામે તો તેઓના પરિવારના સભ્યોને મુશ્કેલી ન પડે તે માટે આજની સિન્ડિકેટે સર્વાનુમતે કર્મચારીલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે.