આ ડાઇંગની પ્રક્રિયા ખૂબ લાંબી અને કોમ્પ્લીકેટેડ છે. ઇકત પ્યોર કોટન છે તેથી પહેરવામાં ડિઝાઇન પ્રમાણે ખૂબ સુંદર લાગે છે
ઇકત એવું ફેબ્રિક છે જે ક્યારેય આઉટ ઑફ ફેશન થતું નથી. પરંતુ પહેરવા માટે એક ચોક્કસ ચોઇસ હોવી જોઈએ. ઇકતમાંથી લોન્ગ ટોપ્સ, ટોપ્સ, સ્કર્ટ્સ, દુપટ્ટા, ડ્રેસ, બેગ્સ, બેડશીટ અને બીજી ડેકોરેટિવ આઇટમ્સ બનાવી શકાય.
સ્કર્ટ
ઇકતનાં સ્કટ્ર્સ બહુ ઓછા સ્ર્ટોસમાં મળે છે. મોટે ભાગે મેક ટુ ઑર્ડર બનાવવામાં આવે છે. ઇકતનાં એ-લાઇન સ્કર્ટ સારાં લાગે છે. કંઈક અલગ ટ્રાય કરવા માટે ટ્રેલ સ્કર્ટ પણ બનાવી શકાય. જો તમારું સુડોળ શરીર હોય તો તમે બોક્સ પ્લીટવાળું શોર્ટ સ્કર્ટ પહેરી શકો અથવા તો ફિટેડ સ્કર્ટ બનાવી શકાય. ફિટેડ સ્કર્ટની લેન્ગ્થ તમારી બોડીટાઇપ પ્રમાણે રાખી શકો. ઇકત ફેબ્રિકની ખૂબી એ છે કે એ કોટન ફેબ્રિક છે અને થોડું થિક હોવાથી એમાં લાઇનિંગ નાખવાની જરૂર પડતી નથી અને ફોલ સારો આવે છે. ઇકત ફેબ્રિકમાંથી બનાવેલાં સ્કર્ટ ઇન્ડો-વેસ્ટર્ન લુક આપે છે. આવાં સ્કર્ટ સાથે બોડીટાઇટ પહેરી શકાય. પગમાં મોજડી અથવા કોલ્હાપુરી ચંપલ સારાં લાગી શકે. આ લુક મેચ કરવા માટે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરી શકાય. જો તમારે ફોર્મલ લુક આપવો હોય તો ઇકત સ્કર્ટ સાથે વાઇટ કલરનું શર્ટ પહેરવું. હાઈ પોની લેવી અને હાઈ હીલ્સ પહેરવી. લેસ જ્વેલરી લુક આપવો. કાનમાં સ્કર્ટના કલર પ્રમાણે ટોપ્સ પહેરી શકાય.
લોન્ગ–શોર્ટ ટોપ્સ
ઇકત ફેબ્રિકમાંથી લોન્ગ અને શોર્ટ બન્ને ટાઇપનાં ટોપ બનાવી શકાય. રેડી પણ લઈ શકાય અને બનાવી પણ શકાય. લોન્ગ ટોપ માટે ચાઇનીઝ કોલર આપી કોન્ટ્રાસ્ટ કલરની પાઇપિંગ લગાડી શકાય. ઇકતના ફેબ્રિકમાં વધારે પેટર્ન આપવાની જરૂર પડતી નથી, માત્ર સ્ટાઇલિંગ આપવાથી સારું લાગે છે. જો તમારું સુડોળ શરીર હોય તો ઇકત ફેબ્રિકમાંથી લોન્ગ કુરતો બનાવવો. ક્લોઝ નેક આપવું અને ઇન્કટ આપી સ્લીવલેસ લુક આપી શકાય. તમે કુરતાની નીચે પલાઝો અથવા ચૂડીદાર પહેરી શકો. જો પલાઝો પહેરવાના હો તો ફ્લેટ ચંપલ સારાં લાગી શકે અને જો ચૂડીદાર પહેરવાના હો તો હાઈ હીલ્સ પહેરી શકાય. શોર્ટ ટોપ માટે ઘણા ઑપ્શન છે. ઇકતનાં શોર્ટ ટોપ તમે ડેનિમ કે સ્કર્ટ સાથે પહેરી શકો. ઇકતનાં શોર્ટ ટોપ સ્ટાઇલિંગ આપી બનાવી શકાય અથવા તો શર્ટ ટાઇપ પણ બનાવી શકાય. એ ડિપેન્ડ કરે કે તમે કયા ગાર્મેન્ટ સાથે પહેરવા માગો છો અથવા તો હિપ લેન્ગ્થની કુરતી પણ બનાવી શકાય. કંઈક અલગ ટ્રાય કરવા ઇકત ટોપમાં ટ્રેલ લુક આપી શકાય.
ઇકત બ્લાઉઝ–ક્રોપ ટોપ
જે મહિલાની હટકે ચોઇસ હોય છે તેઓ ઇકત બ્લાઉઝ પહેરવાનું પસંદ કરે છે. ઇકત બ્લાઉઝને મિક્સ-મેચ કરી પહેરવાનું હોય છે, જેમ કે તમારી પાસે કોઈ કોટન સાડી હોય અને સાડીમાં આવેલા બ્લાઉઝને તમે ન સીવડાવો અને કોન્ટ્રાસ્ટ ઇફેક્ટ માટે તમે ઇકત બ્લાઉઝ કરાવો એને મિક્સ-મેચ કર્યું કહેવાય. ઇકત બ્લાઉઝ કોટા કે કલકત્તી સાડી સાથે સારાં લાગી શકે. જો તમારી પાસે લાઇટ પિન્ક કલરની કલકત્તી સાડી હોય તો એમાં તમે પીરોજી કલર અથવા રાની પિન્ક કલરના ઇકત ફેબ્રિકનું બ્લાઉઝ કરાવી શકો. એ ડિપેન્ડ કરે કે તમને કોન્ટ્રાસ્ટ ઇફેક્ટ આપવી છે કે સેમ કલર પેલિટનો લુક આપવો છે અથવા તો પ્રિન્ટેડ મલની સાડી સાથે ઇકત બ્લાઉઝ કરાવી શકાય.
ઇકતનાં ક્રોપ ટોપ પણ સારાં લાગી શકે. એ ડિપેન્ડ કરે કે તમારે કયા આઉટફિટ સાથે પહેરવાં છે. ક્રોપ ટોપ પલાઝો, ડેનિમ અને સ્કર્ટ સાથે સારાં લાગી શકે. બ્લેક ઍન્ડ વાઇટ ઇકતનું ક્રોપ ટોપ કરાવવું, જે કોઈ પણ કલરના સ્કર્ટ સાથે પહેરી શકાય અથવા ડેનિમ અને પલાઝો સાથે પણ પહેરી શકાય. ક્રોપ ટોપમાં સ્લીવ્ઝ એલ્બો સુધી રાખવી. ઇકતના ફેબ્રિકની પ્રિન્ટની ડિઝાઇન એટલી સુંદર હોય છે કે એમાં વધારે પેટર્નની જરૂર પડતી નથી. થોડું સ્ટાઇલિંગ આપવાથી સારું લાગે છે.
ઇકત ડ્રેસ
ઇકત ડ્રેસ કોટનના હોવાથી સમર માટે એકદમ પર્ફેક્ટ છે અથવા તો ઈવનિંગ આઉટિંગ માટે સારા લાગી શકે. ઇકત ડ્રેસની લેન્ગ્થમાં વરાઇટી તમે તમારી બોડીટાઇપ પ્રમાણે રાખી શકો. ઇકત ફેબ્રિક સાથે હોઝિયરી ફેબ્રિક લઈને મિક્સ-મેચ કરી ડ્રેસ બનાવી શકાય, જેમ કે યોકમાં હોઝિયરી વાપરવું અને નીચે ઇકત ફેબ્રિકનો ઉપયોગ કરવો અથવા તો માત્ર સ્લીવ્ઝમાં હોઝિયરીનો ઉપયોગ કરવો અને આખો ડ્રેસ ઇકતનો રાખવો. બે કલર-કોમ્બિનેશનમાં પણ બનાવી શકાય, જેમ કે આખો ડ્રેસ વાઇટ અને બ્લેક કલરમાં હોય તો નીચે ૬ ઇંચનો પટ્ટો ડાર્ક બ્લુ કલરમાં લેવો અને કમરથી નીચે બ્લુ કલરનું પોકેટ આપવું. ટ્રેલ લુક પણ આપી શકાય. કફ્તાન પણ સારાં લાગી શકે. કફ્તાન સ્ટાઇલ શોર્ટ અને લોન્ગ લેન્ગ્થ બન્નેમાં સારી લાગશે. ઇકત ફેબ્રિકની નાઇટી પણ બનાવી શકાય.
બેગ્સ
ઇકતની બેગ બનાવવા માટે લાઇનિંગનો ઉપયોગ કરવો પડે છે. ઇકતની બેગ અલગ લુક આપે છે. ઇકત બેગ સાથે મિક્સ ઍન્ડ મેચ કરી શકાય, જેમ કે ઇકત બેગ અને લેધર. ઇકત બેગમાંથી ઘણા પ્રકારની બેગ બને છે; જેમ કે ટોટ બેગ, ઝોલા બેગ, બોક્સ, સ્લિંગ ર્બગ, ક્લચ, ઑફિસ બેગ, લેપટોપ બેગ વગેરે. ઇકત ફેબ્રિક જ્યારે લેધર સાથે મિક્સ ઍન્ડ મેચ કરવામાં આવે છે ત્યારે એને પાર્ટમાં વાપરવામાં આવે છે, જેમ કે જો ઇકતની ટોટ બેગ હોય તો એમાં પટ્ટા લેધરના હોય અથવા તો લેધરના પટ્ટાનું પ્લેસમેન્ટ અલગ લાગે એ રીતે કરવામાં આવે છે. ઇકતની સ્લિંગ બેગ અને એન્વેલપ બેગ ખૂબ ચાલે છે. સ્લિંગ બેગ પણ અલગ-અલગ સ્ટાઇલમાં આવે છે. લેધરનો કલર એક જ રાખવામાં આવે છે અને ઇકત ફેબ્રિકનો કલર બદલાય છે. ઇકતની બેગની સ્ટાઇલ તમારા ડ્રેસ અને બોડીટાઇપ અનુસાર કરી શકો.